________________
૩૭૪
સામાયિક- વિજ્ઞાન
છે અને તે ધીમે ધીમે પવિત્ર તથા સ્થિર થતું જાય છે. વળી જપ વડે ધ્યાનની ભૂમિકા તૈયાર થાય છે, એ પણ તેના ઘણા મોટા લાભ છે. પરંતુ માળા હાથમાં લઈને ફેરવવા માંડી કે જપ થતો નથી, તેને વિધિ જાણવા જોઇએ.
પ્રથમ ા મેરુદંડ સીધા રાખીને સુખાસને બેસવુ જોઈ એ, એટલે કે પલાંડી વાળીને ટટાર બેસવું જોઇ એ. જો સાધકને પદ્માસન કે સ્વસ્તિકાસનના અભ્યાસ હાય તે એ આસને પણ બેસી શકાય. પછી ડાબા હાથ કે જેમાં મુહપત્તી ધારણ કરેલી હોય છે, તે ડાબા સાથળ પર રાખવા જોઈએ અને જમણા હાથમાં રહેલા ચરવળાને બાજુએ રાખીને તેમાં માળા ગ્રહણ કરવી જોઇએ અને એ હાથ છાતી સન્મુખ લાવવા જોઈ એ, તેથી ઊ ંચા કે નીચા રાખવા નહિ.
તે વખતે આંખ અ`મી'ચેલી રાખી દિષ્ટ માલા તરફ સ્થિર કરવી જોઇએ. પછી એક સત્ર૬ ખેલવાની સાથે એક મણકો ફેરવવા જોઈ એ. મત્રપદ ઝડપથી એલાય અને મણકા આછા ફરે તેા દોષ લાગે, કારણ કે એથી મંત્રજપની સંખ્યા જળવાય નહિ. તે જ રીતે મંત્રપદ ધીમેથી ખેલાય અને મણકા ઝડપથી ફરે તા પણુ દોષ લાગે, કારણ કે તેમાં પણ મંત્રજપની સંખ્યા જળવાય નહિ. મંત્રપદ બહુ ઝડપથી પણ નહિ અને બહુ મંદગતિએ પણ નહિં, પરંતુ સમતિએ બોલવુ જોઈ એ અને તે જ વખતે માળાના મણકા ફેરવવા
* જપની મહત્તા અને તેનુ સ્વરૂપ વિસ્તારથી જાણવા માટે · અમારા રચેલા ‘ જપ-ધ્યાન-રહસ્ય' નામને ગ્રંથ જુએ.