________________
સામાયિકના સાધનાક્રમ
૧૭૩ :
આજે શ્રાવક વર્ગમાં સૂત્ર-સિદ્ધાંતના જાણકાર કેટલા ? ચાલુ ધાર્મિ ક અભ્યાસ પણ ઘણા ઓછા થઈ ગયા છે અને તે આ થતા જાય છે. યુગ-પરિવતને લોકોનાં મન પર ઘણી મોટી અસર કરી છે. શ્રાવક-શ્રાવિકા વર્ગના પણ તેમાં જ સમાવેશ છે, એટલે આ બાબત ઘણી ચિંતા ઉપજાવનારી છે. તે માટે આગેવાનાએ ચેતવુ જોઈ એ.
જેમનું વલણ મંત્રજપ તરફ હાય, તેમણે સામાયિક દરમિયાન મ`ત્રજપ કરવા જોઇએ. સામાયિકનાં મુખ્ય ઉપકરણામાં જપમલિકાની ગણના થયેલી છે, એટલે પ્રાચીન કાલથી સામાયિકમાં મંત્રજપ કરવાની પદ્ધતિ અમલમાં હતી એ નિશ્ચિત છે. શ્રાવકોને પંચપરમેષ્ટીસ્મારક કહ્યા છે. એટલે આ જપ મુખ્યત્વે નમસ્કાર મહામ ંત્રને હશે, એમાં કોઇ શકા નથી. વળી જપમાલાનું નામ નવકારવાળી નેાકારવાળી પડયું છે, તે પણ એ જ સૂચવે છે કે એ જપમાલા વડે મુખ્યત્વે નમસ્કાર-મહામત્રના-નવકારને જ જપ થતા હશે. અહં 'મત્ર પણ તેની કાર્ટિના જ છે, કારણ કે તેમાં કાર અને ડ્રીકારપૂર્વક અરિહંત દેવાને જ નમસ્કાર છે, એટલે તેના જપ પણ સામાયિક દરમિયાન થઈ શકે છે. સિવાય ગુરુએ આત્મજાગૃતિ માટે કોઈ ખાસ મંત્ર આપ્ય હાય, તો તેના જપ પણ થઈ શકે છે.
મનને ખીલે માંધવા માટે જપ એક મોટું સાધન છે, એ ભૂલવાનું નથી. અન્ય શબ્દોમાં કહીએ તેા વિશ્વના વિવિધ વિષયામાં ભટકતુ મન જપ વડે મર્યાદિત ક્ષેત્રમાં આવી જાય