________________
[ ૧૦ ]
સામાયિકના સાધનાક્રમ
સામાયિકના અભાવ-રહસ્યથી આપણે ઠીક ઠીક પરિચિત થયા છીએ અને તેના વિધિ સંબંધી પણ જોઈતુ જ્ઞાન મેળવી લીધું છે. હવે સામાયિક લીધા પછી—ગ્રહણ કર્યા પછી બે ઘડી એટલે ૪૮ મિનિટ સુધી શું કરવું જોઈ એ ? તે સમજી લેવાનુ છે. જો એ સમજણુ સ્પષ્ટ નહિ હાય તા સામાયિકની સાધના યથાર્થ પણે થશે નહિ અને તેના દ્વારા આપણે સમત્વ કે સમભાવની જે સિદ્ધિ કરવા ધારી છે, તે ઘણી દૂર જશે.
સામાયિક લેતી વખતે ‘ સજ્ઝાય સદિસાહુ ?’ અને · સજ્ઝાય કરું ? ' એવા બે આદેશેા લેવામાં આવે છે, તેને અર્થ એ છે કે સામાયિકના સમય દરમિયાન મુખ્યત્વે સજ્ઝાય એટલે સ્વાધ્યાય કરવાના છે. હવે સ્વાધ્યાયના એ અર્થા થાય છેઃ એક તા શાસ્ત્રનું અધ્યયન અને બીજો મત્રજપ, એટલે સામાયિકના સમય દરમિયાન ધાર્મિક-આધ્યા-