________________
સામાયિક લેવા-પારવાના વિધિ
૧૩૭
ભાવનું અનુસ ંધાન થવાની શકયતા ઘણી ઓછી છે. જૈન ધમ ભાવ વિના ક્રિયા કરવાની હિમાયત કરતા નથી.
પ્રશ્ન-સૂત્ર ખરાખર ખેલાતુ હાય અને તેમાં ભાવનુ અનુસંધાન પણ હોય, પરંતુ તેને લગતી ક્રિયા ખરાખર થતી ન હોય તા ?
પ્રશ્ન–આ ક્રિયાની તેા વાત છે અને તેમાં ક્રિયા જ બરાબર થતી ન હોય તો ભીંત ભૂલાય છે, એમ સમજવાનું. રથનુ એક પૈડુ સાનુ હાય અને બીજું તૂટેલ હોય, તે એ રથ આપણને ગંતવ્ય સ્થાને પહોંચાડે ખરા ? તાત્પય કે ક્રિયા પણ જ્ઞાન જેટલી જ મહત્ત્વની છે, તેથી તે ખરાખર થવી જોઈએ. દાખલા તરીકે પ્રણિપાતની ક્રિયા કરવાની છે, તેા ડાબા હાથમાં મુહપત્તી અને જમણા હાથમાં ચરવળા લઇને ઊભા થવું જોઈ એ. પછી અર્ધ્યવનત મુદ્રા કરવી જોઇએ, એટલે કે શરીરને કમ્મરથી થોડું નમાવી મસ્તકને પણ નીચું નમાવવું જોઇએ. આ મુદ્રા વિનયસૂચક છે, એટલે ગુરુને પ્રણિપાત કરતાં અવશ્ય કરવી જોઈએ અને તે પછી 'इच्छामि खमासमणो वंदिडं जावणिज्जाए नीसिहिओए' मे પદ્મા ખેલવાં જોઇએ. જો આ પદો અર્ધ્યવનત મુદ્રા કર્યા સિવાય ઊભા ઊભા જ એલીએ તો એ ક્રિયા અશુદ્ધ ગણાય, કારણ કે તેમાં વિનયગુણુ દર્શાવવાને લગતી જે ક્રિયા હતી, તે થઈ જ નહિ, તે પછી તદૃન નીચા નમી એ ઢીંચણુ, મે હાથ અને મસ્તક એ પાંચે અંગે ભેગાં કરીને મચા વંમિ ' એ પદ્મ એલવું જોઈએ. જો એ
'
પાંચેય અંગા