________________
૧૫૪
સામાયિક-વિજ્ઞાન ઉત્તર-બોલ એટલે વચન. પ્રશ્ન-શું બધાં વચને બલ કહેવાય?
ઉત્તર-ના. જે વચને શાસ્ત્રાનુસારી જ્ઞાન કે કિયાનાં. સૂચક હોય, તેને અહીં બેલ સમજવાના છે.
પ્રશ્ન–શાસ્ત્રાનુસારી એટલે ?
ઉત્તર–શાસ્ત્રાનુસારી એટલે શાસ્ત્રને અનુસરનારા, શાસ્ત્રના આધારે યોજાયેલા.
પ્રશ્ન-તે મુહપત્તીના પચાશ બેલે જ્ઞાન-કિયા સૂચક છે ?
ઉત્તર-હા. તે બધા બેલેમાં જ્ઞાન પણ રહેલું છે અને ક્રિયા પણ રહેલી છે. બેલને વિષય વિચારતાં જ્ઞાન થાય છે અને “આદ” “પરિહરું” વગેરે પદને અનુસરતાં કિયા થાય છે.
પ્રશ્ન મુહપત્તીના પચાશ બેલથી સામાયિકની ક્રિયા લાંબી અને અટપટી બની જતી નથી ?
ઉત્તર-મુહપત્તીના પચાશ બેલથી સામાયિકની કિયા રહસ્યમય બને છે. તેનું રહસ્ય સમજાયું કે તે કિયા લાંબી પણ નથી લાગતી અને અટપટી પણ નથી લાગતી.
પ્રશ્ન-શું મુહપત્તી–પડિલેહણમાં આ બોલેને ઉપયોગ થાય છે ખરો ?
ઉત્તર-હા. જેઓ સમજણપૂર્વક સામાયિક કરે છે, તે આ બેલેને બરાબર ઉપગ કરે છે. કેઈ અણસમજ કે.