________________
સામાયિકમાં શું ન કરાય?
૧૬૩
સુંદરતા સમજીને કરવી જોઈએ. આ રીતે કરાતા સામાયિકની અંતર પર ઊંડી અસર થાય છે અને તેથી તેનો હેતુ પાર પડે છે.
પ્રશ્ન-કહેવાય છે કે શંકર પ્રસન્ન થતાં એક અપરિણિત આંધળા ભીખ માગતા વણિકે માગી લીધું હતું કે “મારા છોકરાની વહુ સાતમા માળે સેનાની ગોળીઓ છાશ કરતી હોય એ હું દેખું, આવું કંઈ સામાયિકના ફલ તરીકે માગી લેવામાં આવે તો હરકત શી ?
ઉત્તર–સામાયિકની સાધનાને અંતિમ હેતુ મોક્ષપ્રાપ્તિ છે, એટલે કે સંસારમાંથી છૂટવાનો છે. હવે તેનાં ફલ તરીકે સંસારસુખ માગીએ, એટલે સંસારનું બંધન વધે, તેથી ક્રિયાને હેતુ નિષ્ફલ થયે ગણાય. પિતાના હાથે પિતાની ક્રિયાને નિષ્ફલ બનાવવી એ સ્પષ્ટપણે મૂર્ખતાની નિશાની છે. વળી મોક્ષસુખની સરખામણીમાં સંસારનું ઊંચામાં ઊંચું સુખ પણ લાખમા-કોડમાં ભાગે નથી, એટલે મોક્ષસુખની ઉપેક્ષા કરી સંસારસુખ માગવું, એ ક્રેડ રૂપિયાના કેહીનરને બદલે સવા શેર ગેળ માગી લેવા જેવી બેવકૂફી છે; તેથી શાસ્ત્રકારોએ સામાયિકના ફલ તરીકે સંસારસુખના અભિનિવેશવાળી આશંસા-ઈચ્છાને ત્યાગ કરવાનું જણાવ્યું છે.
પ્રશ્ન-બુદ્ધિમાન મનુષ્યને સામાયિકના ફલ સંબંધી વિચારો તે આવે છે. ત્યાં તેણે શું કરવું જોઈએ ?