________________
૧૬૬
સામાયિક-વિજ્ઞાન પ્રશ્ન-ભક્તકથા કેને કહેવાય?
ઉત્તર–ભજનના રસ, પ્રકારે વગેરે સંબંધી જે કથાવાર્તા તે ભક્તકથા કહેવાય.
પ્રશ્ન-તેને વિકથા ગણવાનું કારણ શું ?
ઉત્તર–આવી કથા-વાર્તાઓ સાંભળતાં મનુષ્યના રસસ્વાદ સંબંધી સુત સંપ્રકારે જાગૃત થાય છે અને તેને રસમય-સ્વાદિષ્ટ ભેજને કરવાની વૃત્તિ થઈ આવે છે, તેથી સંયમ તૂટે છે, એટલે ભક્તકથાને વિકથા ગણવામાં આવી. છે. “જીભ પરથી કાબૂ ગયે કે સંયમ ખલાસ” એ અનુભવ. તે આપણામાંના ઘણાખરાને થયે જ હશે.
પ્રશ્ન-દેશકથા કેને કહેવાય ?
ઉત્તર–જુદા જુદા દેશે અને ત્યાં વસતા લોકોના ચિત્રવિચિત્ર રિવાજે સંબંધી કથા-વાર્તા કથ્વી. એ દેશકથા કહેવાય છે.
પ્રશ્ન–તેને વિકથા ગણવાનું કારણ શું?
ઉત્તર-તેમાં એવી કેટલીયે હકીક્ત હોય છે કે જે મનની સ્વસ્થતાને ભંગ કરે છે, તેથી તેને વિકથા ગણવામાં. આવી છે. વળી, આવી વાર્તા સાંભળવાથી આપણને કંઈ લાભ થવાનો સંભવ નથી, એટલે કે સામાયિકની સાધનામાં સહાય મળે તેમ નથી, તેથી તેને ફિઝુલ ગણી ત્યાગ કરે. ગ્ય છે.
પ્રશ્ન-રાજકથા કેને કહેવાય?