________________
સામાયિકમાં શું ન કરાય?
૧૬ કરવા નહિ. જે હાથ–પગ લાંબા-ટૂંકા કરીએ તે આકુંચનપ્રસારણુદેષ લાગે.
(૨૭) સામાયિકમાં બેઠા પછી આળસ મરડવી નહિ. જે આળસ મરડીએ તે આલસદોષ લાગે.
(૨૮) સામાયિકના સમય દરમિયાન હાથ-પગની આંગળીઓના ટચાકા ફેડવા નહિ. જે ટચાકા ફેડીએ તે મટનદેષ લાગે.
(૨૯) સામાયિક દરમિયાન શરીરનો મેલ ઉતારવે નહિ. જે મેલ ઉતારીએ તે મલદેષ લાગે.
(૩૦) સામાયિકના સમયમાં એદીની માફક બેસી રહેવું નહિ. જે એદીની માફક બેસી રહીએ તે વિમાસણદોષ
લાગે.
(૩૧) સામાયિકના સમય દરમિયાન ઊંઘવું નહિ કે ઝોકાં ખાવાં નહિ. જે ઊંઘીએ કે ઝોકાં ખાઈએ તે નિદ્રાદેષ લાગે.
(૩૨) સામાયિક દરમિયાન ટાઢ વગેરે કારણથી કે વિના કારણે વસ્ત્રને સંકેરવાં નહિ. જે વસને સંકેરીએ તે વસ્ત્રસંકેચનદેષ લાગે.
આમાં મનથી શું શું ન કરવું ? વચનથી શું શું ન કરવું? અને કાયાથી શું શું ન કરવું ? તેનું સ્પષ્ટ માર્ગ, દર્શન અપાયેલું છે, એટલે સામાયિકના સાધકે તેના પર પૂરેપૂરું લક્ષ્ય આપવાનું છે. જે આ બત્રીશ નિષેધ કે દોષનો
સા, ૧૧