________________
૧૫ર
સામાયિક-વિજ્ઞાન છેડી દીધું, કારણ કે તેના પર સ્વજન જે ભાવ હતે. પછી ઘણા ચિંતનને પરિણામે સંવરને અર્થ એમ સમજા કે ઇંદ્રિય અને મનની અશુભ પ્રવૃત્તિઓને રિકવી, એટલે તે મુનિની જેમ ધ્યાન ધરીને ઊભે રહ્યો. અન્ય શબ્દોમાં કહીએ તે ચિલાતીપુત્ર આ ક્ષણથી ભાવસાધુ થયા.
આ રીતે ભાવસાધુ થયેલા ચિલાતીપુત્ર ત્યાં ઊભા રહીને ઉપશમ, વિવેક, સંવર;” એ ત્રણ શબ્દને જપ કરવા લાગ્યા અને એ રીતે મનને અન્ય વિષમાંથી વારીને ધર્મધ્યાનમાં સ્થિર થયા. પરંતુ તેમને દેહ હજી તાજા લેહીથી ખરડાયેલું હતું, એટલે તેની ગંધથી આકર્ષાઈને કેટલીક થનકીડીએ ત્યાં આવી પહોંચી અને તેમના શરીરને ચટકા ભરવા લાગી. આ ઉપદ્રવ અતિ ભયંકર હતા, પણ જ્યાં ઉપશમ હોય ત્યાં કોઈ કે? જ્યાં વિવેક હોય ત્યાં મેહ કે ? અને જ્યાં સંવર હોય ત્યાં પ્રતિકાર કે? આ ભયંકર ઉપદ્રવ અઢી દિવસ ચાલ્યું અને તેમનું સમસ્ત શરીર ચાળણી જેવું થઈ ગયું, તે યે તેઓ ધર્મધ્યાન ચૂકયા નહિ. પરિણામે તેઓ મૃત્યુ પામી દેવકમાં ઉત્પન્ન થયા. ભવિષ્યમાં તેઓ મેક્ષે જશે.
તાત્પર્ય કે આ બેલ પર ગંભીર ચિંતન કરવાથી આત્મપ્રકાશ લાધે એમ છે કે જેની આપણે ઉત્કટ ભાવે અપેક્ષા રાખી રહ્યા છીએ.
પ્રશ્નોત્તરી ન પ્રશ્ન-સામાયિકમાં મુહપત્તી–પડિલેહણ શા માટે કરવું જોઈએ?