________________
મુહપત્તિના પચાશ બેલનું રહસ્ય
૧૫૫ . બનઆવડતને લીધે તેને ઉપગ ન કરતું હોય એમ પણ બને, પરંતુ તેથી તેની ઉપગિતા ઓછી થતી નથી.
પ્રશ્ન-આ બેલે અંગે શાસ્ત્રોમાં શું કહેલું છે?
ઉત્તર-આ બેલેને શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણ તે વૃદ્ધસંપ્રદાય અનુસાર ચાલ્યા આવે છે.
પ્રશ્ન-વૃદ્ધસંપ્રદાય કેને કહેવાય ?
ઉત્તર-વૃદ્ધ એટલે વડીલે. તેઓ જે પરંપરાનું અનુસરણ કરી રહ્યા હોય, તેને વૃદ્ધ સંપ્રદાય કહેવાય. આપણે ત્યાં કેટલીક વસ્તુઓ વૃદ્ધસંપ્રદાયથી ચાલી આવે છે અને તે પણ શાસ્ત્રીય વસ્તુઓ જેટલી જ આદરપાત્ર ગણાય છે. વાસ્તવમાં શાસ્ત્ર અને પરંપરા બંને મળીને આપણે ધાર્મિક વ્યવહાર નિર્માણ થયેલ છે.
પ્રશ્ન-મુહપત્તી–પડિલેહણની આ રહસ્યમય કિયા ચાલુ પાઠશાળાઓ ભાગ્યે જ શીખવે છે, તો શું કરવું ?
ઉત્તર-જો પરિસ્થિતિ એવી જ હોય તો કેઈમુનિરાજ કે ક્રિયાશીલ સુજ્ઞજન પાસેથી તે શીખી લેવી.