________________
સુપત્તીના પચાશ બેલનુ રહસ્ય
૧૫૩
ઉત્તર-સામાયિકમાં મુહુપત્તી—પડિલેહણ કરવાનાં મુખ્ય એ કારણા છે: એક તે તેનાથી સાધુજીવનનું અનુસરણ થાય છે અને બીજી તેનાથી હેય—ઉપાદેયના વિવેક જાગે છે, જે આત્મ—વિકાસના માર્ગે આગળ વધવામાં ઘણા ઉપયાગી છે. પ્રશ્ન-મુહપત્તીનુ પડિલેહણ કરતાં સાધુજીવનનું અનુ સરણ શી રીતે થાય છે?
ઉત્તર-સાધુએ દિવસમાં બે વાર પેાતાનાં વસ્ત્ર, પાત્ર, ઉપધિ–ઉપકરણનું પડિલેહણ કરે છે, તેમાં મુહપત્તીનું ડિલેહણ પણ અવશ્ય હોય છે. એ રીતે મુહપત્તીનુ પડિલેહણ કરતાં તેમનું અનુસરણ થાય છે. સામાયિક તા સાધુજીવનને અનુભવ લેવા માટે જ થાય છે, તેથી આ અનુસરણ આવશ્યક છે.
પ્રશ્ન-હેય-ઉપાદેયને વિવેક એટલે શું?
ઉત્તર-હેય એટલે ાડવા ચાગ્ય અને ઉપાદેય એટલે આદરવા ચેાગ્ય, મારે શુ' છેડવા ચેાગ્ય છે ? અને શું આદરવા ચોગ્ય છે? તેનુ સ્પષ્ટ જ્ઞાન થવું, તે હેય–ઉપાદેયને વિવેક કહેવાય છે.
પ્રશ્ન–શું આ વસ્તુ મુહપત્તીના પડિલેહણથી સમજાય છે? ઉત્તર-હા. જે મુહુપત્તીના પચાશ બોલ પર ખરાખર ચિંતન–મનન કરવામાં આવે તે તેના પરથી આ વસ્તુ અરામર સમજાય છે.
પ્રશ્ન-એલ એટલે શું?