________________
૧૩૬
સામાયિક-વિજ્ઞાન સ્તુતિ તેમણે રાજાઓ અને મલેને માર્યા છે, માટે થતી નથી. તેમણે રજ અને મેલ એટલે સર્વ પ્રકારનાં કર્મો દૂર કર્યા છે, માટે થાય છે, એટલે વ્યંજનશુદ્ધિ પણ આવશ્યક છે.
પ્રશ્ન-સૂત્રપાઠ અખંડ અને શુદ્ધ બોલાતે હોય, પણ તે અંગે કઈ ભાવ મનમાં ઉત્પન્ન થતું ન હોય તે ?
ઉત્તર–તે એ દ્રવ્યક્રિયા કહેવાય. દ્રવ્યક્રિયા એટલે સ્કૂલ ક્રિયા, બાહ્ય દષ્ટિએ દેખાતી કિયા. ક્રિયાઓ બે પ્રકારની છે. દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા. તેમાં ખરું મહત્વ ભાવક્રિયાનું છે; એટલે સૂત્રનાં ઉચ્ચારણેની સાથે મનમાં તે પ્રકારને ભાવ લાવવું જોઈએ. દાખલા તરીકે “નમો અરિહંતાણં' પદ બેલીએ, ત્યારે હું અરિહંતને નમી રહ્યો છું, એ ભાવ મનમાં લાવ જોઈએ. “ વૈમ” પાઠ બેલીએ ત્યારે હું મસ્તક આદિ પાંચ અંગે ભેગા કરીને ગુરુને વંદન કરી રહ્યો છું, એવો ભાવ લાવ જોઈએ.
પ્રશ્ન-સૂત્રે કડકડાટ બેલી જવાતાં હોય, ત્યાં આવે ભાવ શી રીતે આવી શકે ?
ઉત્તર-સૂત્ર કેમ બેલવાં? એને પણ વિધિ છે. તે ઘેષપૂર્વક, સ્પષ્ટ અને ધીમે ધીમે બેલવો જોઈએ. સંહિતાને વિષય તેના માટે જ નિર્માણ થયેલ છે. જે તેને અનુસરીએ તે મનમાં ભાવનું અનુસંધાન જરૂર થાય છે અને એ ભાવ જ આત્મશુદ્ધિમાં ખરો ઉપકારક બને છે. તાત્પર્ય કે સૂત્રે કડકડાટ બેલી જવા, એ સાચી પદ્ધતિ નથી. એમાં