________________
૧૪૯
મુહુ પત્તીના પચાશ બેલનું રહસ્ય
તે પછી “કાધ અને માન તથા માયા અને લેભ પરિહરુ” એટલે ચાર પ્રકારના કષાયે કે જે પ્રાણીઓને સંસારસાગરમાં અનંતકાલ સુધી પરિભ્રમણ કરાવનાર છે, તેને ત્યાગ કર્યું. તે સાથે વિશ્વમૈત્રીની ભાવના કેળવવા માટે
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય” એ છયે કાયના જીવેની યતના-જાણું કરું. જે આટલું કરું તે આ મુહપત્તીરૂપી સાધુતાનું જે પ્રતીક ઉપકરણ મેં હાથમાં લીધું છે, તે સફલ થયું ગણાય.
આમાંના દરેક બેલ પર ખૂબ ચિંતનમનન કરવા જેવું છે. અહીં કોઈ એમ કહેતું હોય કે “આવા બેલે પર વિચાર કરવાથી શું લાભ થાય? તે માત્ર ત્રણ બેલે –ત્રણ પદો પર ગંભીર વિચાર કરવાથી ચિલાતીપુત્ર આત્મકલ્યાણ સાધી ગયા.
ચિલાતીપુત્રની કથા ચિલાતી દાગીને પુત્ર રાજગૃહી નગરીના ધનસાર્થવાહને ત્યાં નોકરી કરતો હતો અને ઘરનું પરચુરણ કામકાજ કરવા ઉપરાંત તેમનાં બાળકને પણ રમાડતો હતો. ધનસાર્થવાહને ચાર પુત્ર ઉપર એક પુત્રી થયેલી હતી. તેનું નામ સુષમા રાખવામાં આવ્યું હતું. ચિલાતીપુત્ર આ બાલિકાને સારી રીતે રમાડતું હતું અને હરવા-ફસ્વા લઈ જતે હતે. એમ કરતાં તેના પર અત્યંત સનેહ ઉત્પન્ન થયે હતે. તેના દર્શન માત્રથી પણ તેને અત્યંત આનંદ થતો હતો.