________________
૧૪૮
સામાયિક-વિજ્ઞાન પ્રધાનતા છે અને તેનું ફલ આધ્યાત્મિક પતન છે. જંબૂ વૃક્ષના દૃષ્ટાંતથી લેશ્યાઓને કમ અને સ્વરૂપ. સમજાવવામાં આવે છે. તે દષ્ટાંત આ ગ્રંથમાં આગળ પર અપાયેલું છે.. લેસ્થાને વિષય સમજવા માટે જૈન શાસ્ત્રોનું સારું એવું અધ્યયન કરવું જરૂરી છે.
રસગારવ, અદ્ધિગારવ અને સાતાગારવ પરિહર ” કારણ કે એનું ફલ પણ સાધનામાં વિક્ષેપ અને આધ્યાત્મિક પતન છે. અહીં ગારવ શબ્દ ગર્વવાચી છે. મારા જેવા સમય ખાન-પાન અન્ય કેઈને મળતા નથી, એમ ચિંતવવું એ રસગારવ; મારા જેવી છદ્ધિ-સંપત્તિ કેઈને નથી. એમ ચિંતવવું એ ઋદ્ધિગીરવ અને મારા જેવી સુખ-સાહેબી કેઈને નથી, એમ ચિંતવવું એ સાતગારવ. આ ત્રણે ય ગાર–ગ પહેલી તકે છોડવા જેવા છે.
તેની સાથે “માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું? કારણ કે જેમ શલ્ય એટલે ભાલો કે તીર શરીરમાં ભેંકાવાથી પીડા કરે છે અને માનસિક સુખ–શાંતિને ભંગ કરે છે, તેમ આ ત્રણ શલ્ય ધર્મ-કરણીના અમૂલ્ય ફલને નાશ કરે છે. માયા-કપટ કરવું, તે માયાશલ્ય; ધર્મકરણીનું અમુક સાંસારિક ફલ માગી લેવું, તે નિદાનશલ્ય અને મિથ્યાત્વનું હોવું, તે મિથ્યાત્વશલ્ય. આ ત્રણ શલ્ય અંતરમાં પિઠા. હોય, ત્યાં સુધી આત્માની શુદ્ધિ થાય નહિ, તેથી તસ્સ ઉત્તરી-સૂત્રના પાઠમાં “વિસલ્લીકરણેણને ઉલ્લેખ થયેલે છે..