________________
સામાયિક-વિજ્ઞાન વેશ કર્યો નથી, પણ તેની ભલામણ અવશ્ય કરાઈ છે. એટલે સુજ્ઞ સાધકે તે માટે બને તેટલા પ્રયત્નશીલ રહેવું જોઈએ
પ્રશ્ન-સામાયિકની સાધના કરતાં કંઈ ચમત્કારિક સિદ્ધિ મળે ખરી ?
ઉત્તર–જેને આત્મશુદ્ધિ કરવી છે, આત્માને વિકાસ સાધવે છે અને પરમાત્મપદે પ્રતિષ્ઠિત થવું છે, તેણે ચમત્કારિક સિદ્ધિઓની વાત છેડી દેવી જોઈએ, કારણ કે તે પરમાત્મપદની પ્રાપ્તિમાં અંતરાય રૂપ છે. આમ છતાં સામાયિકની સાધનાનું માપ ચમત્કારથી કાઢવું હોય તે. અમે કહીએ છીએ કે સંસારની ગલી-કુચીઓમાં રઝળપાટ કરનારો એક સામાન્ય આત્મા સામાયિકની સાધનાથી પરમાત્મા બની જાય છે, એ એને સહુથી મોટો ચમત્કાર છે. આજ સુધી જગતના ચોપડે જેટલી સિદ્ધિઓ ધાણ છે, તેમાંની. કેઈ સિદ્ધિ આની બરાબરી કરી શકે એમ નથી.