________________
૧૩૧
' સામાયિક લેવા-પારવાને વિધિ
આદેશ માગવામાં આવે છે અને ગુરુ “ઠાએહ પદ વડે એ આદેશ આપે એટલે “ઈચછું ” પદ વડે તેનો સ્વીકાર કરી આસન પર બેસવામાં આવે છે.
ત્યાર પછી સ્વાધ્યાયને આદેશ લેવા માટે પણ લગભગ આવી જ ક્રિયા કરવામાં આવે છે. તે માટે પ્રથમ “ઈચ્છાકરેણ સંદિસહ ભગવ ! સઝાય સંદિસાહ ?” બેલી સાય કરવાની આજ્ઞા મંગાય છે અને “સંદિસહ પદ વડે તેની આસા મળી જતાં પુનઃ ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા કરીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવં! સઝાય (સ્વાધ્યાય) કરું ? એમ બોલી સ્વાધ્યાયનો પ્રારંભ કરવાની આજ્ઞા મંગાય છે. ગુરુ “કરેહ” એ પદ વડે આજ્ઞા આપે, એટલે સાધક પિતાના આસને સ્થિર થઈને સ્વાધ્યાયના મંગલાચરણ તરીકે નવકાર ગણે છે અને ત્યાર પછીને ૪૮ મિનિટને સમય સ્વાધ્યાયાદિ ધર્મધ્યાન-પ્રવૃત્તિમાં ગાળે છે.
સામાયિક પારવાના વિધિ અંગે સમજ
પારવું એટલે પાર ઉતરવું, પૂર્ણાહુતિ કરવી. જે કિયા વડે સામાયિકની પૂર્ણાહુતિ થાય, તેને “સામાયિક પારવાને વિધિ” સમજે. આ વિધિને કેટલાક ભાગ તે સામાયિક લેવાના વિધિ જેવો જ છે. તેની સમજનું અહીં પુનરાવર્તન કરવાની જરૂર નથી. તે સિવાય જે મહત્વની વાત છે, તે અંગે જ વિશેષ સમજ આપીશું.
પ્રથમ ખમાસમણ–પ્રતિકમણ દ્વારા ગુરુવંદન આવે છે. કિયાના પ્રારંભે ગુરુને વંદન કરવું જોઈએ, એટલે આ કિયાના પ્રારંભે પણ તેમને વંદન કરવામાં આવે છે.