________________
૧૩૦
સામાયિક-વિજ્ઞાન તેમ મનમાં બેલવાથી પ્રતિજ્ઞા લેવાય છે અને એ રીતે પડાવશ્યક પૈકી પ્રત્યાખ્યાન અને સામાયિક નામનાં બંને આવશ્યકેને સ્પર્શવામાં આવે છે. સામાયિકની કિયા પડાવશ્યમય છે, એ વાત પૂર્વે કહેવામાં આવી હતી, તે આ વિધિ પરથી સ્પષ્ટ થાય છે અને તે એની ગૌરવગાથાનું ગુંજન આપણું કાનમાં કરી જાય છે.
પ્રત્યાખ્યાનમાં સાવદ્યાગને એટલે પાપમય પ્રવૃત્તિને ત્યાગ કરવાનો સંકલ્પ હોય છે અને તેથી સામાયિકનું સ્વરૂપ નિશ્ચિત થાય છે. “હવે મારે બે ઘડી એટલે ૪૮ મિનિટ સુધી કઈ પણ પ્રકારની પાપમય પ્રવૃત્તિ-સાંસારિક પ્રવૃત્તિ કરવાની નથી, પણ સ્વાધ્યાયાદિ શુભ-ધર્મધ્યાનની પ્રવૃત્તિ કરવાની છે. એ સંત તેમાંથી જ પ્રાપ્ત થાય છે અને તે પ્રમાણે ચાલવાનું માનસિક વલણ ઘડાય છે.
સામાયિકની સાધના કરવા માટે ઉપર પ્રમાણે પ્રત્યાખ્યાન કે પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી સ્થિર આસને બેસવા માટે ગુરુની આજ્ઞા માગવામાં આવે છે. તે માટે ખમાસમણપ્રણિપાતની ક્રિયા કરી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવં! બેસણે સંદિસાહું ?” એટલે “હે ભગવન ! આપની આજ્ઞા હોય તે હું બેસવાની અનુમતિ માગું છું ! ” એમ કહેવામાં આવે છે અને ગુરુ “સંદિસહ’ શબ્દ વડે અનુમતિ આપે એટલે “ઈચ્છ” કહી તેને સ્વીકાર કરવામાં આવે છે. તે પછી પણ પુનઃ ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા કરીને “ઈચ્છાકારેણ સંદિસહ ભગવં! બેસણે ઠાઉં ?” એ પ્રમાણે વિશેષ