________________
સામાયિક લેવા-પારવાને વિધિ
૧૨૫ . વંદના માટેની ભવ્ય ભૂમિકાની રજૂઆત છે, તે પરથી ધાર્મિક, આધ્યાત્મિક કે યૌગિક સાધના કરાવનાર ગુરુ કેવા હોવા જોઈએ? તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે અને તેમને વારંવાર વંદન કરી તેમનાં ચરણે બેસી જવાનું મન થાય , છે. પાંચ ઈદ્રિને જીતવી, મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મ ચર્ય પાળવું, ક્રોધાદિ ચાર કષાયથી રહિત થવું, પાંચ મહાવ્રત ધારણ કરવાં, પાંચ આચારનું યથાર્થ પાલન કરવું તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત થવું, એ સામાન્ય વાત નથી. જેમના અંતરમાં વૈરાગ્ય અને ત્યાગ પૂરેપૂરા વસ્યા હોય, જેમણે અધ્યાત્મરૂપી અમૃતનું આકંઠ પાન કર્યું હોય અને સદ્ગુરુનાં ચરણોની સારી રીતે સેવા કરી હોય, તે જ આ પ્રકારના ગુરુપદે વિરાજી તેને શેભાવી શકે છે. આવા એક સમર્થ ગુરુની છત્રછાયામાં હું સામાયિકની કિયા-સાધના કરવા તત્પર થયો છું, એ વિચાર જ સાધકના હૃદયમાં અનેરો ઉત્સાહ પ્રકટાવે છે અને તેમને વિધિપૂર્વક વંદન કરવાની તીવ્ર તાલાવેલી ઉત્પન્ન કરે છે. એટલે પંચિં. દિય-સૂત્ર વડે ગુરુ-થાપનાની જે વિધિ થાય છે, તે ગુરુ વંદનાને-વંદન–આવશ્યકને અતિ મહત્ત્વને ભાગ છે.
તે પછી પ્રણિપાતસૂત્ર વડે મસ્તક નમાવીને તથા પાંચ અંગે ભેગાં કરીને વંદન કરતાં ધન્યતા અનુભવાય છે. ગુરુને વંદન કરવાની પરંપરાગત અને પ્રશસ્ત રીત એવી છે કે પ્રથમ તેમને સુખ-શાતા પૂછવી અને પછી અવિનય –આશાતનાની ક્ષમા માગી તેમને ઔષધ-ભેષજ તથા .