________________
સામાયિક લેવા-પારવાને વિધિ
૧૨૭ લેવામાં આવે છે, પણ સાધકે તે તેને જીવનવ્યાપી બનાવવાની ભાવના રાખવાની છે.
સામાયિકનું છ સૂત્ર “તસ્સ ઉત્તરી” અને સાતમું સૂત્ર “અન્નત્થ પડાવશ્યક પૈકી કયેત્સર્ગ–આવશ્યકને રજૂ કરે છે. પાપની સામાન્ય શુદ્ધિ પ્રતિકમણ વડે થાય છે અને વિશેષ શુદ્ધિ કાર્યોત્સર્ગ વડે થાય છે. પ્રતિક્રમણમાં મિચ્છા મિ દુકક બોલી થયેલા પાપને માટે દિલગીર થવાનું હોય છે, ત્યારે કાર્યોત્સર્ગમાં વિશિષ્ટ અવસ્થાને સ્વીકાર કરીને તે અંગે ઊંડું ચિંતન કરવાનું હોય છે તથા આ પાપ મારા વડે કેમ થાય છે ? તેનું કારણ પણ શોધવાનું હોય છે અને તે જ માયા, મિથ્યાત્વ કે કઈ પ્રકારના નિદાન(નિયાણા)ના કારણે થતું હોય તો એ શલ્યને દૂર કરવાનાં હોય છે.
અહીં ૨૫ શ્વાસે છૂવાસ પ્રમાણ–કોત્સર્ગ કરવાને હોય છે, તેમાં આ ચિંતન કરી લેવું જોઈએ, કારણ કે તસ્ય ઉત્તરી–સૂત્ર વડે તેની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સામાન્ય લોકે આવું ચિંતન ન કરી શકે તે માટે “ચંદેસ નિમ્મલય” સુધીને લેગસ્સને પાઠ મનમાં ચિંતવવાને –બોલી જવાને રિવાજ પડ્યો છે અને જેને એ પાઠ ન આવડતું હોય, તેમને ચાર નવકાર બેલી જવાની છૂટ અપાઈ છે. અહીં અમે એટલું સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે આજે કાર્યોત્સર્ગની જે ક્રિયા કરવામાં આવે છે, તે માત્ર ચેષ્ટારૂપ છે, તેમાંથી તેને પ્રાણ ઊડી ગયેલ છે. જ્યાં