________________
૧૨૬
સામાયિક-વિજ્ઞાન આહાર પાણી માટે નિમંત્રણ આપવું, એટલે ગુરુ-નિમંત્રણને પાઠ પણ વંદન–આવશ્યકને જ એક ભાગ છે.
અહીં વંદન-આવશ્યક પ્રથમ શા માટે ? એ પ્રશ્ન પાઠકે તરફથી પૂછાવા સંભવ છે. તેને ઉત્તર એ છે કે વંદન એ વિનયનું ચિહ્ન છે, નમ્રતાનું નિશાન છે અને કૃતજ્ઞતાને સંકેત છે, તેથી તેને અહીં પ્રથમ સ્થાન અપાયું છે. શ્રીમાન હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરાચૈત્યવંદનવૃત્તિમાં કહ્યું છે કે “ધર્મ પ્રતિ મૂત્રમૂતા વના–ધર્મ પ્રત્યે લઈ જનારી મુખ્ય વસ્તુ વંદના છે; તાત્પર્ય કે વંદના હોય તે ધર્મભાવનારૂપી વૃક્ષ ફાલે-કૂલે છે અન્યથા તે કરમાઈ જાય છે. એટલે સામાયિક લેવાની વિધિમાં વંદન આવશ્યકને પ્રથમ સ્થાન અપાયું છે. | સામાયિકનું પાંચમું સૂત્ર ઈરિયાવહી પડાવશ્યક પૈકી પ્રતિક્રમણ-આવશ્યકને રજૂ કરે છે. આત્મશુદ્ધિને પાયે પ્રતિકમણ છે. પ્રતિકમણ અટલે પાપમાંથી પાછા ફરવું. જે પાપમાંથી પાછા ફરતે નથી, તે પાપપંકથી ખરડાયા જ કરે છે. તે શુદ્ધ-વિશુદ્ધ-પરમ શુદ્ધ થવાને કયારે ? જેમ શરીરને શુદ્ધ કરવા માટે સ્નાનની જરૂર છે, તેમ આત્માને શુદ્ધ કરવા માટે પ્રતિકમણની જરૂર છે. ઈરિયાવહી વડે પ્રતિક્રમણની જે ક્રિયા થાય છે, તેને “લઘુપ્રતિક્રમણ ' કહેવામાં આવે છે, કારણ કે તે મુખ્ય પ્રતિક્રમણ કરતાં
લઘુ એટલે નાનું છે, અથવા તે તેના પ્રતીકરૂપ છે. અહીં - ગમનાગમન કરતાં થયેલી જીવવિરાધના નિમિત્તે તેને આશ્રય