________________
સામાયિક-વિજ્ઞાન. (૫) ભીંતના અંતરે સ્ત્રી-પુરુષનું જોડું રહેતું હોય, તેવા સ્થાનમાં રહેવું નહિ
(૬) પૂર્વકાલમાં સ્ત્રીની સાથે જે કીડા કરી હોય, તેનું સ્મરણ કરવું નહિ.
(૭) માદક આહારપાણી વાપરવા નહિ.
(૮) પ્રમાણથી વધારે આહાર કરે નહિ. પુરુષના. આહારનું પ્રમાણ ૩૨ કેળિયા છે અને સ્ત્રીના આહારનું પ્રમાણ ૨૮ કેળિયા છે.
(૯) શરીરને શણગારવું નહિ.
રદિવસીયમુ-ચાર પ્રકારના કષાયથી મુક્ત(૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લેભ એ ચાર કષાય છે. તેમનું વિસ્તૃત વર્ણન આ ગ્રંથમાં આગળ આવશે..
–આ. આ પ્રમાણે,
સંકુહિં-અઢાર ગુણે વડે (૧+૯+૪=૧૮) સંગુત્તો-સયુંક્ત.
પંચમહવનુત્ત–પાંચ મહાવ્રતથી યુકત. સાધુઓ સામાયિક ગ્રહણ કર્યા પછી સંયમના પાલન માટે જે પાંચ વતે લે છે, તે મહાવતે કહેવાય છે. તેનાં નામે આ પ્રમાણે જાણવાં. (૧) સર્વ પ્રાણુતિપાતવિરમણવ્રત, (૨) સર્વમૃષાવાદવિરમણવ્રત, (૩) સર્વઅદત્તાદાનવિરમણવ્રત, () સર્વમૈથુનવિરમણવ્રત તથા (૫) સર્વપરિગ્રહવિરમણવ્રત