________________
આલ અનરૂપ સૂત્રપાઠી
૧૦૧
નિધાયળદા—નિર્ધાતનાથે, સંપૂર્ણ નાશ કરવા માટે, ઝામિ પ્રારમ્ભñ-કાયાત્સગ માં સ્થિર થાઉં છું. કાય એટલે દેહ કે શરીર, તેના ઉત્સગ કરવા, એટલે તેના પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવા, તે કચેાત્સગ, કાયા પ્રત્યેનું મમત્વ છેડી ચિ'તન કે ધ્યાન માટે આ અવસ્થાના સ્વીકાર કરવામાં આવે છે.
અસલના
તે સ્ખલિત થયેલા આત્માનુ વિશેષ આલેાચના કરવા વડે, પ્રાયશ્ચિત્ત કરવા વડે, વિશેષ આત્મશેાધન કરવા વડે તથા શલ્યરહિત થવા વડે, પાપકમાંના સંપૂર્ણ નાશ કરવા માટે, હું કાયોત્સગમાં સ્થિર થાઉં છું.
રહસ્ય
પ્રતિક્રમણથી સામાન્ય શુદ્ધિ થાય છે અને કાયાત્સગ થી વિશેષ શુદ્ધિ થાય છે, તેથી ‘મિચ્છા મિ દુક્કડં ’ રૂપ પ્રતિક્રમણ કર્યાં પછી કાયાત્સગ કરવામાં આવે છે. આ કાયાત્સ માં ચર કિયાએ કરવાની હાય છે: (1) થયેલી સ્ખલના કે પાપનુ' વિશેષ આલેાચન કરવાની. (૨) પ્રાયશ્ચિત્ત કરવાની. ઇરિયાવહીના અતિચાર માટે ૨૫ શ્વાસોચ્છ્વાસના કાયાત્સગ પ્રાયશ્ચિત્તરૂપ છે. (૩) આત્માનુ વિશેષ શેાધન કરવાની અને (૪) શલ્યરહિત થવાની. આ ચાર ક્રિયાએ યથાર્થ કરવામાં આવે તા લાગેલા પાપના સંપૂર્ણ નાશ થાય છે અને આત્મા શુદ્ધ અને છે.