________________
આલંબનરૂપ સૂત્રપાઠે મને આજ્ઞા આપ. [ ગુરુ તેને પ્રત્યુત્તરમાં “પર ” પ્રતિક્રમણ કરે” એમ કહે, એટલે શિષ્ય કહે કે – હું આપની એ આજ્ઞાને ઈચ્છું છું.] હવે હું રસ્તે ચાલતાં થયેલી જીવ-વિરાધનાનું પ્રતિકમણ અંતઃકરણની ભાવનાપૂર્વક શરૂ
જતાં-આવતાં મારા વડે પ્રાણીઓ, બિયાં, લીલેરી, ઝાકળનું પાણી. કીડીનાં દર, લીલ, ફૂલ કે સેવાળ, કાદવ અને કરોળિયાની જાળ વગેરે ચંપાયા હોય
જતાં-આવતાં મારા વડે જે કોઈએકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીની વિરાધના થઈ હોય;
જતાં-આવતાં મારા વડે જીવો ઠોકરે મરાયા હેય, ધૂળે કરીને ઢંકાયા હેય, ભેંય સાથે ઘસાયા હોય, અરસપરસ શરીર વડે અફળાવાયા હોય, થોડા સ્પર્શાયા હોય, દુઃખ ઉપજાવાયા હોય, ખેદ પમાડાયા હોય, ઉદ્વેગ પમાડાયા હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય કે જીવનથી છૂટા કરાયા હોય, અને તેથી જે કંઈ વિરાધના થઈ હોય, તે સંબંધી મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ.
રહસ્ય નાનામાં નાની જીવવિરાધનાને પણ દુષ્કૃત સમજવું અને તે માટે દિલગીર થવું, એ આ સૂત્રનું રહસ્ય છે. આ સૂત્રને ઉપયોગ જવા-આવવાની ક્રિયા કરતાં જીની જે વિરાધના થઈ હોય, તેનું પ્રતિક્રમણ કરવા માટે થાય