________________
આલંબનરૂપ સૂત્રપાઠી
૧૧૫ -જે કારણથી. MUT વાળં–એ કારણ વડે. વદુતો બહુ વાર, ઘણી વાર સામારૂચં–સામાયિક. યુઝા- કરવું જોઈએ. વિધિવચનને અર્થ સ્પષ્ટ છે.
અર્થસંકલના સામાયિક વ્રતધારી જ્યાં સુધી મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે, ત્યાં સુધી તે અશુભ કર્મોને નાશ કરે છે.
સામાયિક કર્યો છતે તે શ્રાવક સાધુ જે થાય છે, તેથી સામાયિક વારંવાર કરવું જોઈએ.
આ સામાયિક મેં વિધિપૂર્વક કર્યું છે અને વિધિપૂર્વક પૂર્ણ કર્યું છે. તે બંને પ્રકારની કિયામાં જે કોઈ પણ અવિધિ કે ભૂલ થઈ ગઈ હોય, તે સંબંધી મારું પાપ નિષ્ફલ થાઓ. વળી આ સામાયિકના સમય દરમિયાન દશ મનના, દશ વચનના અને બાર કાયાના મળી કુલ બત્રીશ દોમાંથી જે કઈ દોષનું સેવન થયું હોય, તે સંબંધી મારુ * પાપ નિષ્ફલ થાઓ.
રહસ્ય સામાયિક પારવા માટે એટલે કે તેની પૂર્ણાહુતિ કરવા