________________
આલંબનરૂપ સૂત્રપાઠ
૨–પંચિદિય-સૂત્ર
મૂલપાઠ पंचिंदियसंवरणो, तह नवविहबंभचेरगुत्तिधरो । चउविहकसायमुक्को, इअ अट्ठारसगुणेहिं संजुत्तो ॥१॥ पंचमहव्वयजुत्तो, पंचविहायारपालणसमत्थो। પંચમ તિyત્તો, છત્તીસગુન ગુરમ | ૨
પદાર્થ પંજિરિસંવાળો-પાંચ ઈન્દ્રિયનું સંવરણ કરનારા, પાંચ ઈન્દ્રિયેના વિષયને જીતનારા પાંચ ઈન્દ્રિયે તે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિય જાણવી.
તરું-તથા.
નવવિવંમ ગુત્તિનવ પ્રકારની બ્રહ્મચર્ય-ગુપ્તિને ધારણ કરનારા, બ્રહ્મચર્યની નવ વાડેને પાળનારા. બ્રહ્મચર્યના રક્ષણ માટે જે નવ નિયમ બતાવવામાં આવ્યા છે, તે બ્રહ્મ ચર્યની નવ વાડ તરીકે ઓળખાય છે. વાડ જેમ ખેતરનું રક્ષણ કરે છે, તેમ આ નિયમે બ્રહ્મચર્યનું રક્ષણ કરે છે. તે નિયમ આ પ્રમાણે જાણવા :
(૧) સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત સ્થાનમાં રહેવું. (૨) સ્ત્રીઓ સંબંધી વાત કરવી નહિ.
(૩) સ્ત્રી જે આસન પર બેઠેલી હોય, તે આસન પર બે ઘડી બેસવું નહિ.
(૪) સ્ત્રીઓનાં અંગોપાંગ આસક્તિથી જેવાં નહિ,