________________
[ ૬ ] આલંબનરૂપ સૂત્રપાઠા
સામાયિકની સાધના માટે અંતરંગ તથા બાહ્ય તૈયારી કેવા પ્રકારની કરવી જોઈએ? તેનું વિવેચન ગત પ્રકરણમાં કરી ગયા. હવે સામાયિકની સાધના કરવા માટે તેના પ્રવેશ તથા પૂર્ણાહૂતિ પ્રસંગે જે કિયા કરવાની હોય છે, તે સૂત્રપાઠના આલંબનપૂર્વક કરવાની હોય છે, તેથી પ્રસ્તુત પ્રકરણમાં એ દશ સૂત્રપાઠે રજૂ કરીશું.
આ કિયા સૂત્રપાઠના આલંબનપૂર્વક કરવાને હેતુ એ છે કે એ કિયા શા માટે કરવામાં આવે છે? અને તેમાં શું રહસ્ય સમાયેલું છે? તેને સાધકને ખ્યાલ આવે, પરંતુ આ સૂત્રપાઠો માત્ર બેલી જવાથી તેના હેતુ કે રહસ્યને બરાબર ખ્યાલ આવે નહિ, તેથી આ દશ સૂત્રપાઠો તેના પદાર્થ, અર્થ સંકલન તથા રહસ્યપૂર્વક અહીં આપવામાં આવ્યા છે.
આજથી વીસ વર્ષ પહેલાં અમે શ્રી પ્રતિકમણુસૂત્રપ્રબોધટીકાના પ્રથમ ભાગમાં સામાયિકના સૂત્રપાઠો પર