________________
એ પ્રકારની તૈયારી
૮૩. પ્રશ્ન-સાધનાનું મુખ્ય લક્ષણ શું ?
ઉત્તર-સાતત્ય અને નિયમિતતા. જે ક્રિયા નિત્ય અને નિયમિત થાય, તે સાધનાની કટિમાં આવે. નિત્ય એટલે પ્રતિદિન-દોરેજ અને નિયમિત એટલે નકકી કરેલા સમયે.
પ્રશ્ન-વચ્ચે ખાડા પડે કે નકકી કરેલ સમય સચવાય નહિ તો ?
ઉત્તર–તે એ સાધનાની કેરિટમાં ન આવે. સામાયિકની સાધનાનો અર્થ એ છે કે તે નિત્ય નિયમિત સમયે કરવું જોઈએ. તેનાથી એક પ્રકારનું શાંતિ-સમતામય વાતાવરણ ઉત્પન્ન થાય છે અને તે આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે. એક વાર સામાયિકને રંગ લાગે કે પછી તે તે કર્યા વિના ચેન પડતું નથી, આનંદ આવતું નથી, એક પ્રકારને અસંતોષ રહ્યા કરે છે, એટલે ખરી જરૂર તેને રંગ લાગવાની છે અને તે રંગ સાધનાથી જ લાગે છે.
પ્રશ્ન-સામાયિકની સાધના માટે બીજી કંઈ તૈયારી જોઈએ ખરી ?
ઉત્તર-હા. જે સાધક આહાર, નિદ્રા અને બીજી પરિચર્યાની બાબતમાં સંયમિત રહે છે, તે સામાયિકની સાધના સારી રીતે કરી શકે છે. જેનું જીવન સંયમી નથી, તેનું 'દિલ સામાયિકમાં લાગતું નથી અને કદાચ લાગે તે પણ તેમાં જોઈએ તેવી સ્થિરતા રહેતી નથી. અન્ય ગસાધના
એમાં પણ આ પ્રકારને સંયમ જરૂરી મનાય છે. સામાયિકના -વ્યાપક પ્રચારને બાધ ન આવે તે માટે તેને નિયમમાં સમા