________________
ર
સામાયિક–વિજ્ઞાન
પ્રશ્ન-મેટાની વયમર્યાદા કેટલી ?
ઉત્તર–એમાં વયની મર્યાદા નથી. મનુષ્યની શરીર અને મનની શક્તિ પહોંચતી હાય, ત્યાં સુધી તે સામાયિક કરી પેાતાનુ આત્મકલ્યાણ સાધી શકે છે.
પ્રશ્ન—સામાયિક કરવાના અધિકાર પુરુષ અને સ્ત્રીના એક સરખા છે ?
ઉત્તર-હા. પુરુષ અને સ્ત્રી સામાયિક કરવાના સરખા અધિકારી છે. જૈન ધર્મે આત્મકલ્યાણની ખાખતમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે કશે ભે રાખેલા નથી. તેણે ચર્તુવિધ સંઘમાં સાધુની સાથે સાધ્વીના અને શ્રાવકની સાથે શ્રાવિકાને વર્ગ રાખેલા જ છે. અનુભવ તે એમ કહે છે કે ધર્મોનુ આરાધન કરવાની બાબતમાં પુરુષ કરતાં સ્ત્રીએ વધારે રસ લે છે. ભગવાન મહાવીરના શ્રાવકે કરતાં શ્રાવિકા એની સંખ્યા ઘણી મોટી હતી. ઉપધાન તથા અન્ય ક્રિયાપ્રસંગે પણ આ જ સ્થિતિ જોવામાં આવે છે.
પ્રશ્ન-ધાર્મિ ક જીવનમાં સાધનાનું સ્થાન શું ? ઉત્તર-ધામિક જીવનમાં સાધનાનું સ્થાન ઘણું ઊંચુ છે. વાસ્તવમાં સાધના વિના ધાર્મિક જીવનનું ચાગ્ય ઘડતર થતું જ નથી.
પ્રશ્ન-ધાર્મિક જીવનમાં કયા પ્રકારની સાધના જોઇએ ! ઉત્તર-ધાર્મિ ક જીવનમાં આધ્યાત્મિક સાધના જોઈ એ, યૌગિક સાધના તેની અંતગત ગણવી. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિના સમાવેશ આધ્યાત્મિક સાધનામાં થાય છે.