________________
બે પ્રકારની તૈયારી
* ૮૧ પ્રશ્નોત્તરી પ્રશ્ન-સામાયિકની સાધના કોણ કરી શકે ?
ઉત્તર-નાના-મોટા, પુરુષ–સ્ત્રી કેઈ પણ સામાયિકની સાધના કરી શકે છે.
પ્રશ્ન-નાના એટલે કેટલી ઉંમરના? ઉત્તર-નાના એટલે આઠ વર્ષ અને તેની ઉપરના.
પ્રશ્ન–આઠ વર્ષની ઉંમરનાં બાળકે સામાયિકમાં શું સમજે ?
ઉત્તર–આઠ વર્ષની ઉંમરનાં બાળકે સામાયિકમાં વિશેષ ન સમજે, પણ માતા, પિતા, વડીલ કે અન્ય કેઈને સામાયિક કરતાં જોઈ સામાયિક કરવાની ભાવનાવાળા થાય તે તેમની એ ભાવના પૂરી કરવા માટે વડીલે તેમને એ પ્રકારની સગવડ કરી આપે તથા સામાયિક કેમ કરવું ? એની કેટલીક પ્રાથમિક સમજ આપે.
પ્રશ્ન–તેથી શું લાભ?
ઉત્તર–બાળકને સામાયિકના સંસ્કાર પડે તે તેની ધર્મભાવનામાં વૃદ્ધિ થાય અને આગળ જતાં ધર્મપરાયણ બની ઘણા સામાયિકો કરવાપૂર્વક પિતાનું આત્મકલ્યાણ સાધી શકે.
પ્રશ્ન–આ વસ્તુ શા આધારે કહે છે ?
ઉત્તર-અમને તેને અનુભવ થયેલ છે, તેથી કહીએ છીએ. બીજા ઘણાના અનુભવે પણ આ પ્રકારના જ છે.
સા. ૬