________________
૮
સામાયિક-વિજ્ઞાન કેટલાક ચરવળની જગાએ છેક નાને ઊનને ગુચ્છ કે મોરપીંછ રાખે છે અને કેટલાક તેનું કામ પાથરણ કે
કે કટાસણા વડે જ કરે છે, પરંતુ સામાયિક એ પ્રાયઃ - સાધુજીવનનું અનુકરણ હોવાથી તે સમયે ચરવળે રાખે. એ વધારે યોગ્ય જણાય છે.
આ ઉપકરણોમાં સ્થાપનાચાર્ય એ વિનયગુણનું પ્રતીક છે, મુહપત્તી સંયમનું પ્રતીક છે, જપમાલિકા આરાધના કે ઉપાસનાનું પ્રતીક છે અને રજોહરણ એ અહિંસાનું પ્રતીક છે. આ વસ્તુના સ્વરૂપ અને પ્રમાણ કરતાં તેની પાછળ રહેલી ભાવનાઓને સમજવામાં આવે છે તે અંગે કોઈપણ જાતને દુરાગ્રહ, કદાગ્રહ કે હઠાગ્રહ થવાનો સંભવ નથી. ઉપકરણનાં સ્વરૂપ અને પ્રમાણ સામુદાયિક શિસ્ત માટે છે, એટલે તેનું એકસરખાપણું જળવાઈ રહે તે જરૂરનું છે. કટાસણું
આ સિવાય સામાયિકમાં બેસવા માટે આસનની જરૂર પડે છે, જેને કટાસણું કહેવામાં આવે છે. કટાસણું શબ્દ કટાસન પરથી બનેલું છે. કટાસન એટલે દર્ભ કે ઘાસનું આસન. કદાચ તે એક કાલે વપરાતું હશે, પણ આજે તે માટે ઊનના દોઢ હાથ લાંબા અને હાથ સવા હાથ પહોળા ટુકડાને ઉપયોગ થાય છે. “કટાસણું સૂતર કે રેશમનું - કેમ નહિ?” તેને ઉત્તર એ છે કે ઊનનું આસન સૂમ - જંતુઓને સહસા બાધક થતું નથી, એટલે અહિંસા પાલનની દિષ્ટિએ તેની ઉપયોગિતા છે. વળી ગસાધનાની દષ્ટિએ