________________
૭૬
સામાયિક-વિજ્ઞાન મુહણંતગ (મુખાનન્તક), પિત્તિયા (પોતિકા) અને હથગ (હસ્તક) વગેરે શબ્દો વપરાયેલા છે. તેના માપ અંગે બૃહકપ–ભાષ્યમાં કહ્યું છે કે – - चउरंगल विहत्थी, एयं मुहणंतगस्स उ पमाणं । बितीयं पि य पमाणं, मुह-प्पमाणेण कायव्वं ॥
ચાર આંગળ અને એક વેંત (સેળ આંગળ) એ મુહપત્તીનું પ્રમાણ છે. તેનું બીજું પ્રમાણ એ છે કે મુખના પ્રમાણે એટલે મુખને ઢાંકી શકાય, તે પ્રમાણે કરવી.”
તેને આકાર ચાર ખૂણિયા એટલે ચોરસ કે લંબચોરસ હોવો જોઈએ, એ અભિપ્રાય તિદિનચર્યામાં પ્રકટ થયેલ છે. તેના રંગ બાબત સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવ્યો નથી, પરંતુ પરંપરાથી વેત રંગને જ પસંદગી અપાય છે. - તાત્પર્ય કે સેળ આંગળ વસ્ત્રના સમરસ ટુકડાની ત્રણ
ઘડીઓ વાળવાથી તે તૈયાર થાય છે. (આ ઘડીઓ કેમ વાળવી, તે અનુભવી પાસેથી શીખી લેવું.)
મુહપત્તી રાખવાનું મુખ્ય પ્રયોજન એ છે કે મુખમાં સંપાતિમ (ઊડીને આવી પડતા) જીવ પડે નહિ, મુખમાંથી ઊડેલું થુંક પુસ્તક–પાનાં કે કઈ વ્યક્તિ પર પડે નહિ
અને શરીર પર કેઈ સૂક્ષ્મ જંતુ ચડી જાય તો તેની કેર - વડે ધીમેથી દૂર કરી શકાય. ધાર્મિક ક્રિયા અંગે પણ તેને કેટલેક ઉપયોગ છે.