________________
સામાયિક-વિજ્ઞાન વસ્તુની ગુરુ તરીકે–આચાર્ય તરીકે સ્થાપના કરવામાં આવે છે, તેને રથાપનાચાર્ય કહેવાય છે. તે અંગે શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે
गुरुविरहम्मि अ ठवणा, गुरुवएसोवदंसणत्थं च । जिणविरहम्मि व जिणविंव-सेवणाऽऽमन्तणं सहलं ॥
જ્યારે સાક્ષાત્ ગુણવંત ગુરુ વિરહ હોય, ત્યારે ગુના ઉપદેશને-આદેશને સમીપમાં રહેલો દેખાડવા માટે સ્થાપના કરવી. જેમ જિનેશ્વર દેવના વિરહમાં તેમની પ્રતિમાનું સેવન અને આમંત્રણ સફલ થાય છે, તેમ ગુરવિરહમાં ગુરુની સ્થાપના પણ સફલ થાય છે.”
શ્રી દેવેન્દ્રસૂરિએ ગુરુવંદભાષ્યમાં જણાવ્યું
गुरुगुणजुत्तं तु गुरु, ठाविज्ज अहब तत्थ अक्खाई। अहवा नाणाइतिअं, ठविज्ज सक्ख गुरु-अभावे ॥
ધર્માનુષ્ઠાન કરતાં સાક્ષાત્ ગુરુ વિદ્યમાન ન હોય તે ગુરુના ગુણોથી જે યુક્ત હોય, તેને ગુરુ તરીકે સ્થાપવા; અથવા તેના સ્થાને અક્ષાદિ કે જ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણે સ્થાપવાં.”
આ ગુરુસ્થાપના કરવાને વિધિ એ છે કે ઊંચા બાજઠ પર એક સાંપડે મૂકવે. ગુરુનું સ્થાન આપણું કરતાં ઊંચું હોય છે, તેથી બાજઠ પર સાંપડે મૂકવાનું વિધાન છે. આ સાંપડા પર જ્ઞાનનાં ઉપકરણ તરીકે ધાર્મિક