________________
૧
ઈ
બે પ્રકારની તૈયારી
૭૩ શુદ્ધ હોય, તે ચલાવી લેવું જોઈએ. બહેનોએ આ પ્રસંગે પૂરા પાષામાં બેસવાનું હોય છે, પણ તે માટે વેત વસ્ત્રો પસંદ કરવા એગ્ય છે, કારણ તે સાત્વિક ભાવના ઉત્પન્ન કરનારાં છે. આ વખતે ઓછામાં ઓછાં આભૂષણેને ઉપયોગ થાય, એ ઈચ્છવા ગ્ય છે.
હવે ઉપકરણશુદ્ધિ પર આવીએ. ધર્મભાવની વૃદ્ધિ કરવામાં જે સાધન–કરણ ઉપકારક હોય–ઉપયોગી હોય, તે ઉપકરણ કહેવાય. સામાયિકની ક્રિયામાં–સાધનામાં આવાં કેટલાંક ઉપકરણની જરૂર પડે છે, તે પ્રમાણપત રાખવાથી ઉપકરણશુદ્ધિ જળવાય છે.
અનુગદ્વારચૂર્ણિમાં એ પાઠ છે કે “સામચિ. कउस्स समणोवासगस्स चउविहे धम्मोवगरणे पन्नत्ते, तं जहा ठवणायरिय त्ति मुहपत्तिअ त्ति जवमालिअ त्ति दंडपाउं
ઉત્તા સામાયિક કરનાર શ્રમણોપાસકને-શ્રાવકને ચાર પ્રકારનાં ધર્મોપકરણો કહેલાં છે (૧) સ્થાપનાચાર્ય, (૨) મુહપત્તી, (૩) જપમાલિકા અને (૪) દંડપ્રીંછણક એટલે હરણ કે ચરવળે. પ્રથમ આ ચાર ઉપકરણોને પરિચય કરી લઈએ.
સ્થાપનાચાર્ય–જૈન ધર્મમાં દરેક ક્રિયા ગુરુની સાક્ષીએ, ગુરુની આજ્ઞાપૂર્વક અને ગુરુનો વિનય જાળવીને કરવાની હોય છે. પરંતુ જ્યારે ગુરુનો યોગ ન હોય, ત્યારે તેમની સ્થાપના કરીને, સાક્ષાત્ ગુરુ બેઠા છે એમ માનીને, તેમની સમક્ષ સઘળી ક્રિયા કરવી જોઈએ. આ રીતે જે