________________
એ પ્રકારની તૈયારી
૬૯
ભગવાન મહાવીરે સાધનાની સફળતા માટે કેટલુ ક માદન આપેલું છે, તેમાં પંચસિદ્ધાંતની મુખ્યતાં છે. આ પાંચ સિદ્ધાંતા તે (૧) ઉત્થાન, (૨) ક, (૩) ખલ, (૪) વી અને (૫) પરાક્રમ છે.
(૧) ઉત્થાન-એટલે આળસ મરડીને ઊભા થવુ, જડતા ખ’ખેરીને જાગૃત થવુ, નિરાશાના ત્યાગ કરવા અથવા તે પ્રમાદના પરિહાર કરીને ક બ્ય ખજાવવા તત્પર થવુ
જે આળસુ છે, એદી છે, છાતી પર પડેલુ એર બીજી કોઇ વ્યક્તિ પેાતાના મુખમાં મૂકે એમ ઈચ્છનારા છે, તે આ જગતમાં કોઈ પણ પ્રકારની સાધના શી રીતે કરી શકવાના ? આવી અનિચ્છનીય સ્થિતિ જડસુએની છે. તેમનું મગજ જડતાથી એટલું ભરાઈ ગયુ હોય છે કે કોઈ સાચી યા સારી વાત તેમને સૂઝતી નથી, પછી સાધના જેવું પવિત્ર કાર્ય તેમને કયાંથી સૂઝે ? કેટલાક માણસો વાતવાતમાં નિરાશ કે નાસીપાસ થાય છે. તેમને કઈ વાત આશાસ્પદ લાગતી નથી અને તેથી તેમાં શ્રદ્ધા જામતી નથી. તેઓ સાધના માટે શી રીતે તત્પર થાય? પેાતાનુ ધ્યેય ભૂલનારા, સાધ્ય ચુકી જનારા પ્રમાદી ગણાય છે. તે પ્રમાદરૂપી ખાળેોચિયામાં પડડ્યો રહે છે અને તેમાં જ આનંદ માને છે. પ્રમાદીને વળી સાધના કેવી? તાત્પર્ય કે આળસ ઉડાડી દઇએ, જડતાને ખંખેરી નાખીએ, નિરાશા કે નાસીપાસીને દૂર કરીએ અને પ્રમાદ્યને પરિહાર કરીએ