________________
so
સામાયિક-વિજ્ઞાન તે જ સાધના માટે તત્પર બનાય અને આ રીતે સફલતા માટેનું પહેલું પગલું માંડી શકાય.
(૨) કર્મ-એટલે નિશ્ચયપૂર્વક કામે લાગી જવું, ઉદ્યમ કરવા મચી પડવું કે કર્તવ્યનો સ્વીકાર કરે.
ઊઠીને ઊભા તા થયા, પણ નિશ્ચયપૂર્વક કામ ન લાગ્યા, કે ઉદ્યમ કરવા મચી ન પડ્યા કે વિહિત કર્તવ્યને સ્વીકાર ન કર્યો, તે સફલતા શી રીતે મળવાની ? જે વિદ્યાર્થીએ માતાપિતાના ધકેલવાથી શાળાએ તે જાય છે, પણ ત્યાં વિદ્યાભ્યાસને ઉદ્યમ કરતા નથી, તેનું પરિણામ શું આવે છે? વર્ગની છેલ્લી પાટલીએ તેમને માટે જ અનામત રહે છે.
(૩) બલ-એટલે સ્વીકૃત કાર્યમાં કાયા, વાણું તથા મનના બલને રેડવું, તેમાં પ્રાણ પૂરે. ઊઠીને ઊભા થયા, તેમ જ કામે લાગ્યા, પણ હાથ–પગ જોઈએ તેવા હલાવીએ નહિ, તે માટે કેઈને બે વચને કહેવા જેવાં હોય તે કહીએ નહિ કે તેની પ્રગતિ માટે કશે વિચાર કરીએ નહિ, તે એ કામમાં શી બરકત આવે? તાત્પર્ય કે એક કાર્યનેએક સાધનાને સ્વીકાર કર્યા પછી મન-વચન-કાયાનું બલ તેની પાછળ લગાડી દેવું જોઈએ.
(૪) વીર્ય–એટલે સ્વીકૃત કાર્યને પાર પાડવામાં આનંદ માન, ઉત્સાહ રાખે કે ઉલ્લાસ ધરાવ. ઊઠીને ઊભા થયા, કામે લાગ્યા અને હાથ–પગ હલાવવા લાગ્યા, પણ મનમાં કોઈ જાતને આનંદ કે ઉલ્લાસ ન હોય, તે.