________________
સામાયિક-વિજ્ઞાન તે આપણે ઈદ્રિય અને મનના અનેકવિધ વિકારોના ભોગ બનેલા છીએ, તેથી શાંતિનો અનુભવ કરી શકતા નથી. વિવિધ પ્રકારના ભેગે વડે જે શાંતિને અનુભવ થાય છે, તે ક્ષણિક હોય છે, એટલે ફરી એ ભોગ ભોગવવાની વાસના સળવળે છે અને ફરી ક્ષણિક શાંતિને અનુભવ કરી અશાંતિની આગમાં હોમાઈ જઈએ છીએ. તેથી ખરી જરૂર શમ–પ્રશમ પ્રકટાવવાની છે. આ શમ-પ્રશમ સુખને લાભ સામાયિકની સાધનાથી મેળવી શકાય છે, એ તેનું કેટલું મહત્વ ?
હવે સમ શબ્દના બીજા પણ કેટલાક અર્થો થાય છે, તે જોઈ લઈએ.
સમ એટલે સમસ્થિતિ, વિષમ સ્થિતિને અભાવ. આ વિષમ અને સમસ્થિતિ આત્માના સંબંધમાં સમજવાની છે. આત્મા અનાદિકાલથી કર્મો વડે બંધાયેલ છે. તે જુનાં કર્મો ભગવતે જાય છે અને નવાં કર્મો બાંધતો જાય છે. આ બધાં કર્મોનું ફળ ભેગવવા માટે તેને ચારગતિ અને રાશી લાખ જીવનિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અને વિવિધ પ્રકારનાં દુખે ભેગવવા પડે છે. આ તેની વિષમ સ્થિતિ છે. જે આ વિષમ સ્થિતિ દૂર થાય, તે જ તે સમસ્થિતિને પામી શકે અને તેના મૂળ સ્વરૂપમાં અવસ્થાન પામી અનિર્વચનીય સુખ અને આનંદને ઉપભેગ કરી શકે. તાત્પર્ય કે જેના વડે આત્માની કર્મસહિત અવસ્થા દૂર થઈ કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત થઈ શકે તેને સામાયિક કહેવાય.
સમ એટલે મિત્રતા કે બંધુત્વ. તે જગતના સર્વે