________________
સામાયિક-સારભૂત સુંદર કિયા
પ્રત્યાખ્યાન પાપને અટકાવનારું છે, ત્યાગગુણની અભિવૃદ્ધિ કરનારું છે અને સંકલ્પબલને વધારનારું છે. તેથી તેની ગણના પણ સામાયિકના એક અંગમાં જ કરેલી છે.
ટૂંકમાં સર્વ આધ્યાત્મિક ક્રિયાઓમાં પડાવશ્યકની મુખ્યતા છે અને ષડાવસ્થામાં સામાયિકની મુખ્યતા છે, એટલે તેને સર્વ આધ્યાત્મિક ક્રિયાઓને સાર સમજવાને છે.
અહી પ્રાસંગિક એટલું જણાવી દઈએ કે આજે તે પડાવશ્યક એ જાણે માત્ર બોલી જવાને વિષય હોય, એ રીતે તેનાં સૂત્રે પ્રતિકમણ-સમયે કડકડાટ બોલી જવામાં આવે છે, પણ તેના અર્થ–ભાવ-રહસ્યને વિચાર કરી તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવતા નથી, તેથી જ આપણું જીવનમાંથી અધ્યાત્મનો રંગ ઉડી ગયું છે અને ભૌતિકવાદની ભરતી થઈ રહી છે. તેનાં જે અનિષ્ટ પરિણામો આવ્યાં છે અને આવી રહ્યાં છે, તે આપણી આંખ ખોલના બનવા જોઈએ, પણ હજી સુધી બન્યાં નથી, એ કેટલું શોચનીય છે ?
પાઠકમિત્ર! જેન મહષિઓએ ધર્મ, તત્ત્વજ્ઞાન, અચાત્મ, ગ અને મંત્ર-યંત્ર-તંત્રના વિષયમાં ઘણું ખેડાણ કરેલું છે, તેનું આપણે શોધન કરીએ, તેને આપણે સંગ્રહ કરીએ, તેનાં રહસ્યને સમજવાને નિષ્ઠાભર્યો પ્રયાસ કરીએ તે આપણે આ વસ્તુઓ માટે અન્ય કઈ જગાએ નજર દોડાવવાની જરૂર નથી. અધ્યયન-અભ્યાસ માટે તે.