________________
સામાયિક-અનેરી યોગસાધના
પ્રશ્નજૈનધર્મ જ્ઞાનયોગને માને છે ખરે ? માને છે તે કેવા સ્વરૂપે ?
ઉત્તર––જૈનધર્મ જ્ઞાનયોગને પણ માને છે, કારણ કે આત્મજ્ઞાનનું અનન્ય આલંબન લેતાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. જેણે આત્માને જાણ્યો, તેણે બધું જાણ્યું.” એવું તેનું મંતવ્ય છે અને તેથી આત્માને જાણવા માટે તેને વિશેષ ભાર છે. આત્માને જાણવાથી સ્વભાવ અને વિભાવનું જ્ઞાન થઈ શકે છે અને એ રીતે વિભાવને છોડી સ્વભાવમાં સ્થિર થવાની ક્ષમતા આવે છે. આ રીતે સ્વભાવમાં સ્થિર થવું–આત્મજ્ઞાનમાં રમણતા થવી, એ જ્ઞાનયોગ છે. જેને મહર્ષિઓએ તેની ખૂબ પ્રશંસા કરેલી છે.
પ્રશ્ન—જૈનધર્મ કર્મયોગને માને છે ખરે? માને છે તે કયા સ્વરૂપે ?
ઉત્તર–જેનધર્મ કર્મયોગને પણ માને છે, પણ તે એને ક્રિયાયોગ કહેવાનું પસંદ કરે છે. કર્મને અર્થ કિયા પણ થાય છે. “સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો મચાવ:” એ કર્મયોગનું મુખ્ય સૂત્ર મનાય છે, તેને જૈનધર્મ પિતાની રીતે અપનાવેલું છે. સ્વધર્મ એટલે આત્માને ધર્મ. તેનું પાલન કરતાં મરવું પડે તે સારું, પણ પરધર્મ એટલે પગલો ધર્મ–ભૌતિકવાદ તે દરેક રીતે ભયને ઉત્પન્ન કરનારે હોઈ છેડવા ગ્ય છે. વળી જે કિયા કરવી, તે કઈ પણ પ્રકારની સાંસારિક વસ્તુની આસક્તિથી કરવી નહિ,
સા. ૫