________________
સામાયિક-વિજ્ઞાન પ્રશ્ન–એક મનુષ્ય ધર્મ કરતો હોય, પણ અધ્યાત્મ તથા યોગને મહત્ત્વ ન આપતા હોય છે?
ઉત્તર-તે એ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજેલ નથી. અધ્યાત્મ અને યોગ એ ધર્મની જ ઉચ્ચ ભૂમિકાઓ છે, એટલે ધર્મને માનનારે તેને અવગણી શકે નહિ. આમ છતાં જે તે એમ કરતો હોય તે તે ધર્મરૂપી શરીરના પગ પકડે છે અને હૃદય તથા મસ્તકને જતું કરે છે, એમ સમજવું જોઈએ. ધર્મ માત્ર બાહ્ય ક્રિયાકાંડોમાં જ સમાપ્ત થતું નથી, તે પરમાત્મપદ તરફ દષ્ટિ રાખીને આત્મવિકાસ કરવામાં તથા તેને ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચાડવામાં માને છે, અને તે અધ્યાત્મ કે મને માન્યા – અનુસર્યા સિવાય શક્ય નથી.
પ્રશ્ન-જૈનધર્મ ભક્તિગને માને છે ખરો ? માને છે તે કેવા સ્વરૂપે ?
ઉત્તર-જૈનધર્મ ભક્તિયોગને માને છે, કારણ કે ભક્તિનું આલંબન લઈ આત્મા મેક્ષ સુધી પહોંચી શકે છે. જિનાગમમાં એવાં વચને આવે છે કે “મત્તી નિવા, વિન્નતી વિત્તિયા માં-પૂર્વે સંચિત કરેલાં કર્મો જિનેશ્વરદેવની ભક્તિ વડે ક્ષય પામે છે.” શ્રી જિનેશ્વરદેવનું સ્મરણ, વંદન, કીર્તન, પૂજન તેમજ જપ અને ધ્યાન એ તેનું મુખ્ય સ્વરૂપ છે. આ બધી વસ્તુ શ્રદ્ધા, શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા-- પૂર્વક થાય, ત્યારે તે યેગનું સ્વરૂપ પકડે છે.