________________
સામાયિક-સારભૂત સુંદર ક્રિયા
૪૧ થયા, એવું કહેવું હોય ત્યારે તેમણે સામાયિક આદિ અગિયાર અંગે કે સામાયિક આદિ ચૌદ પૂર્વે એવા શબ્દોને પ્રયોગ કરે છે. આનો અર્થ એ થયો કે શ્રમને-સાધુએને સહુ પ્રથમ સામાયિકસૂત્રનું અધ્યયન કરાવવામાં આવતું અને ત્યાર પછી જ અગિયાર અંગે તથા ચૌદ પૂર્વેને અભ્યાસ કરાવવામાં આવતું. સામાયિક એ સાધુ
જીવનની મુખ્ય સાધન હતી, એટલે તેને આ રીતે પ્રાથમિક્તા અપાતી. વળી દરેક સ્થળે સામાયિક શબ્દને જ પ્રયોગ કરે છે, નહિ કે ષડાવશ્યકને, એટલે સામાયિક મુખ્ય મનાતું અને બીજાં આવશ્યકે તેનાં સાધને કે અંગે મનાતાં, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
“બીજાં આવશ્યક સામાયિકનાં સાધને કે અંગે શી રીતે ? ” એ પ્રશ્ન પાઠકેના મનમાં અવશ્ય ઉઠવાને. તેને ખુલાસે એ છે કે વીશ તીર્થકરે સામાયિકના સાધકે તથા ઉપદેશક હતા. તેથી તેમનું સ્મરણ કરતાં સામાયિકની ભાવના પુષ્ટ થાય છે, આદર્શ સામાયિક કેવું હોવું જોઈએ ? તેને ખ્યાલ આવે છે અને તેમના સભુત ગુણોનું કીર્તન કરતાં ચિત્તમાં રહેલે રાગ-દ્વેષરૂપી મલ ઓછા થતાં સમભાવની સિદ્ધિમાં સહાય મળે છે, એટલે તેને સામાયિકનું એક અંગ માનવામાં આવ્યું છે.
ગુણવાન ગુરુને વિનય કરતાં સામાયિકના હેતુઓ સમજાય છે, સામાયિકનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે અને તેના વિધિ અંગે એગ્ય માર્ગદર્શન મળે છે, તેથી તેને