________________
સામાયિક-વિજ્ઞાન જણાવેલા છે, એટલે જૈન ધર્મમાં ઊભા ઊભા ગસાધના કરવાની પદ્ધતિ પ્રચલિત હતી, એ નિશ્ચિત છે.
પરંતુ ઊભા ઊભા ગસાધના કરવામાં શારીરિક સામર્થ્ય ઘણું ઊંચા પ્રકારનું જોઈએ. અમને ખ્યાલ છે કે એક મુમુક્ષુ આ પ્રાચીન પ્રણાલિકાનું અનુસરણ કરી બાર કે ચૌદ કલાક કાસગવસ્થામાં ઊભા રહેવા જતાં તેમના પગ સૂજી ગયા હતા અને પછી તેઓ બિલકુલ ઊભા રહી શકતા ન હતા. ઘણા દિવસના ઔષધાદિ ઉપચાર પછી તેઓ સારા થયા હતા અને ત્યાર પછી “શક્તિ પ્રમાણે ભક્તિ કરવા લાગ્યા હતા.
જેઓ ઊભા ઊભા યોગસાધના કરવા જેટલું શારીરિક સામર્થ્ય ધરાવતા ન હતા, તેઓ બેઠા બેઠા ચાગસાધના કરતા હતા અને તે માટે પદ્માસન, પર્યકાસન, સ્વસ્તિકાસન આદિ આસનને ઉપગ કરતા હતા. આજે તે મેટા ભાગે બેઠા બેઠા જ ગસાધના થાય છે અને તેમાં મુખ્યત્વે સુખાસનને જ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ આસને લાંબા સમય સુધી બેસી શકાય છે. પલાંઠી વાળીને બેસવું, તેને ગની પરિભાષામાં સુખાસન કહે છે.
અંતસમય નજીક જાણીને મહામુનિઓ વગેરે અણસણ કરતા, તે વખતે તેઓ કેઈ મોટી શિલાને પૂછ–પ્રમાજીને તેના પર સૂઈ રહેતા. આ વખતે પણ તેમની ઉપર્યુક્ત યોગસાધના ચાલુ રહેતી, એટલે કે સૂતાં સૂતાં પણ યોગસાધના થતી.