________________
૫૮
સામાયિક-વિજ્ઞાન. - શ્રી તીર્થકરદે કે જ્ઞાની ભગવંતેનાં વચને સૂત્રરૂપ, હોય છે, એટલે કે તેમાં ઘણું જ્ઞાન ભરેલું હોય છે. ખાસ કરીને આત્માને ઢંઢોળવાની, જગાડવાની, કુતિમાં લાવવાની અને તેને કામે લગાડવાની અદ્દભુત–અપૂર્વ શક્તિ તેમાં ભરેલી હોય છે, એટલે સ્થાન પ્રતિબદ્ધ થયા પછી ગુરુએ આપેલા કે પોતે પસંદ કરેલા આવા કઈ પણ સૂત્રની આવૃત્તિ કરવામાં આવતી. તેનાથી મનને એકાગ્ર કરવામાં મદદ મળતી અને અધ્યાત્મ તરફનું વલણ વધતું. “અપ્પા સો ઘરમHI’ “Sણું નત્યિ શોરૂ” “નાળ-વિશ્વરિયાë મુક્યો” વગેરે આ પ્રકારનાં સૂત્રે હતાં.
મનનાટુ મન્નઃ' એ વ્યાખ્યા અનુસાર જે સૂત્ર કે જે શબ્દસંજન વારંવાર મનન–રટણ કરવાને ગ્ય હતું, તે મંત્ર કહેવાતું. એટલે મેંગસાધનાની આ બીજી ભૂમિકાએ મંત્રજપ પણ થતો. તેમાં નમસકાર મહામંત્રનાં પ્રથમ પાંચ પદે, ચૂલિકાસહિતને પૂરો પાઠ, અહં” મંત્ર વગેરે ખાસ પસંદગી પામતા. “ ફ્રી જ નમઃ' એ ચાર પદો અહંમંત્ર તરીકે ઓળખાતા. તે સંબંધી વિસ્તૃત વિવેચન અમેએ “સિદ્ધિદાયક સિદ્ધચક્ર” નામના ગ્રંથમાં કરેલું છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જેવું.
અન્ય વેગસંપ્રદાયે પણ યોગસિદ્ધિ માટે મંત્રજપનો આશ્રય લેતા, એ હકીકત શ્રીપતંજલિ મુનિકૃત ગદર્શન પરથી જાણી શકાય છે. તેમાં “તસ્ય વાર: પ્રણવઃ . ” તન્ન પત્તર્થમાવનમ્ ” એ સૂત્રે આવે છે. તેને અર્થ એ છે