________________
o
સામાયિક-વિજ્ઞાન -અભ્યાસ જરૂરી છે, પણ એ તે આજે માત્ર નામને રહ્યો છે. કેઈ વિરલ આત્માથી પુરુષે જ તેને અભ્યાસ કરતા જણાય છે !
ટૂંકમાં, જેનેની પ્રાચીન પદ્ધતિનું ત્રીજું અંગ ભાવના કે અનુપ્રેક્ષા હતું કે જેનું આલંબન લેતાં ઘણી વાર કેવલજ્ઞાનની પ્રાપ્તિ જેવાં ચમત્કારિક પરિણામે આવતાં. ભાવનાબળે કર્મને ક્ષય કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરનારા અનેક ભવ્યાત્માઓની ધ જૈનશાસ્ત્રોમાં થયેલી છે.
આલંબનસહિત એટલે સાલંબન ધ્યાન અને આલંબન- રહિત એટલે નિરાલંબન ધ્યાન. આ બંને ધ્યાનેનું વર્ણન આગળ ધ્યાન-પ્રકરણમાં આવશે, પણ તે અંગે હાલ એટલું જણાવી દઈએ કે ભાવના પછી ધ્યાનને અધિકાર હતું અને તે સાધકને સમભાવમાં સ્થિર કરી મોક્ષ સુધી લઈ જતે.
શ્રીમાન હરિભદ્રસૂરિએ રોગની જે વ્યાખ્યા કરી છે, તે સામાયિકને બરાબર લાગુ પડે છે, કારણ કે તે આત્માને મોક્ષમાં જોડનારી ક્રિયા છે. એમની જે અન્ય પ્રસિદ્ધ વ્યાખ્યાઓ છે, તે પણ સામાયિકને બરાબર લાગુ પડે છે, તેથી તેનું યોગત્વ સિદ્ધ છે. દાખલા તરીકે ગની એક વ્યાખ્યા એવી છે કે “જે જીવાત્માને પરમાત્મા સાથે જોડે તે ગ.” તો સામાયિક જીવાત્માને-સામાન્ય આત્માને પરમાત્મા સાથે જોડે છે, એટલે કે પરમાત્મપદે પ્રતિષ્ઠિત કરે છે. એમની બીજી વ્યાખ્યા એવી છે કે જે આત્મદર્શનને ઉપાય તે ગ. તો સામાયિક એ આત્મદર્શનને જ ઉપાય છે. ગની