________________
૪૨
સામાચિક—વિજ્ઞાન
પણ સામાયિકનું જ એક અંગ માનવામાં આવ્યું છે. જો ગુણવાન ગુરુના વિનય કરવામાં ને આવે તે સામાયિકના લાભ થાય નહિ, સામાયિકની ક્રિયા તેમની નિશ્રામાં, તેમના માદન નીચે જ કરવાની છે, પછી તેમને વિનય કર્યાં વિના કેમ ચાલે ? વળી દેવ અને ગુરુ અને પ્રત્યે શ્રદ્ધાન્વિત થવાથી જ સામાયિકની સિદ્ધિ થાય છે, એટલે તેમને વિનય, તેમની ભક્તિ, તેમનું બહુમાન આવશ્યક છે.
પ્રમાદ, અણુસમજ કે ઉપયાગની ખામીને લીધે સામાચિકની ક્રિયામાં–સાધનામાં ઘણી સ્ખલનાએ થાય છે. પરંતુ પ્રતિક્રમણને આશ્રય લેતાં એ સ્ખલના સુધરી જાય છે અને નવી સ્ખલનાએ ન થાય, તેની તકેદારી જાગે છે. આ રીતે સામાયિકની શુદ્ધિ જાળવી રાખવામાં અને તેની ધ્યેયલક્ષી પ્રવૃત્તિને ગતિ આપવામાં પ્રતિક્રમણુ ખાસ સહાય કરે છે, તેથી તેને સામાયિકના એક અંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યા છે.
સામાયિક એ શુદ્ધ આધ્યાત્મિક ક્રિયા છે, પણ દેહની મમતાને લીધે તેમાં ડહેાળાણ થાય છે અને નહિ ધારેલા– નહિ પેલા દોષો ફૂટી નીકળે છે, પરંતુ કાયાત્સ તુ આલમન લેતાં દેહની એ મમતા દૂર થાય છે અને આત્મશૈાધન કરવાની અનેરી તક સાંપડે છે કે જે સામાયિકની સાધનામાં અત્યંત જરૂરી છે, તેથી કાયાત્સગને પણ સામાયિકનું એક અંગ ગણવામાં આવ્યું છે.