________________
૪૬
સામાયિક-વિજ્ઞાન પાસેથી જ્ઞાન મેળવવું પડે છે અને તેના આધારે આગળ - વધવું પડે છે. તે જ એક દિવસ સંગીતકાર થઈ શકાય છે.
પ્રશ્ન-માત્ર શ્રદ્ધાથી કરાયેલી ક્રિયાનું ફલ તે મળે ને?
ઉત્તર-ફલ મળે, પણ ઘણું ઓછું. જે વ્યાપારમાં લાખ રૂપિયાના નફાની આશા રાખી હોય, તેમાં એ બસોને લાભ થાય, એ કંઈ લાભ કહેવાય?
પ્રશ્ન-કિયા કરતી વખતે મનમાં કે ભાવ હોવું જોઈએ? ઉત્તર–શુદ્ધ. પ્રશ્ન-શુદ્ધ ભાવ કેને કહેવાય ?
ઉત્તર–જેમાં સાંસારિક સુખની કોઈ પણ પ્રકારની - ઈચ્છા-આશા-આકાંક્ષા–અભિલાષા ન હોય, પણ માત્ર આત્મવિકાસની જ ભાવના હોય, તેને શુદ્ધભાવ કહેવાય.
પ્રશ્ન-શું આ શક્ય છે ખરું?
ઉત્તર–શક્ય છે, તેથી તે જણાવીએ છીએ. મહાપર જે ક્રિયા વડે સંસારસાગરને પાર કરી ગયા, તે આવા શુદ્ધ ભાવવાળી કિયા હતી.
પ્રશ્ન–શું સામાયિકની ક્રિયા રેજ કરવી જોઈએ ?
ઉત્તર-હા. તેનાથી લાભ જ છે, તેથી તે રેજ કરવી જોઈએ. શ્રાવકના દિનકૃત્યનું સૂચન કરતા “મન્નત જિણાવ્યું
સ્વાધ્યાયમાં “દિવ૬ બાવરણ, ઉષ્ણુતા ફોરૂ ઉદ્ધવ - -છ પ્રકારનાં આવશ્યકેમાં પ્રતિદિન ઉદ્યત થવું” એ શબ્દ - વડે તેને દિનકૃત્ય તરીકે નિર્દેશ કરાયેલે છે.