________________
- ૪
સામાયિક-વિજ્ઞાન - તરફ નજર દોડાવીએ, એ જુદી વાત છે. અમે પોતે અમારી જિંદગીનાં ઘણાં કિંમતી વર્ષે એની પાછળ ગાળ્યાં છે અને તેનું કેટલુંક શુભ પરિણામ આવ્યું છે, પણ આ બધું વિશાલ પાયે અને વ્યવસ્થિતપણે થવું જોઈએ, એવી અમારી આંતરિક માન્યતા છે.
“સમ્યગૂજ્ઞાન અને સમ્યક્રિયાથી મોક્ષ મળે છે” એવી આપણું મહાપુરુષની જોરદાર જાહેરાત છે, પણ આપણામાં નથી તે સમ્યગૃજ્ઞાન અને નથી તે સમકિયા! પછી આપણે મોક્ષમાર્ગ તરફ પ્રયાણ શી રીતે કરવાના ? જે આપણે મેક્ષ જોઈને જ હોય તે આ પ્રશ્નની ગંભીર વિચારણા કરવી જોઈએ. તેના પ્રત્યેની ઉપેક્ષા આપણને અધઃપતન તરફ ઘસડી રહી છે અને હજી વિશેષ ઘસડશે, તેથી એ ઉપેક્ષા છોડે અને ગંભીર વિચારપૂર્વક સમ્યગૂજ્ઞાન તથા સમ્યકકિયાના માર્ગે આગળ વધવાને નિર્ણય કરે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-ક્રિયા કેને કહેવાય?
ઉત્તર-જે આત્મશુદ્ધિ નિમિત્તે કરવામાં આવતી હોય, તે ક્રિયા કહેવાય. ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રમાં આવી ક્રિયાનું જ મહત્ત્વ છે.
પ્રશ્ન-કિયા વિના કાર્યસિદ્ધિ થાય ખરી ?
ઉત્તર-ના. જે રાંધવાની ક્રિયા કરીએ તે જ રઈ થાય છે અને ભણવાની ક્રિયા કરીએ તે જ વિદ્યા મળે છે.