________________
સામાયિક-સારભૂત સુંદર ક્રિયા
૪૫
એ જ રીતે ધાર્મિક કે આધ્યાત્મિક ક્રિયાએ કરીએ, તે જ ધાર્મિક આધ્યાત્મિક વિકાસ સાધી શકાય છે.
પ્રશ્ન-જ્ઞાન વિના ક્રિયા થાય ખરી?
ઉત્તર-થાય, પણ તેનું ધાર્યુ પરિણામ આવે નહિ. જ્ઞાનથી ક્રિયાના હેતુ અને તેનુ સ્વરૂપ ખરાખર સમજાય છે અને તે કાર્યસિદ્ધિ માટે ઉપયોગી છે, તેથી જ્ઞાનપૂર્વક ક્રિયા કરવાનું વિધાન છે.
પ્રશ્ન—જો જ્ઞાનપૂર્ણાંક ક્રિયા કરવામાં આવતી હાય, તે તેમાં શ્રદ્ધાની જરૂર ખરી ?
ઉત્તર-હા. તેમાં શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધા વિના જ્ઞાન નહિ,જ્ઞાન વિના ક્રિયા નહિ અને ક્રિયા વિના મુક્તિ નહિ, એ જૈન ધમે સ્વીકારેલા સિદ્ધાંત છે.
પ્રશ્ન-માત્ર શ્રદ્ધાથી ક્રિયા કરવામાં આવે તો ?
ઉત્તર-તા એ ક્રિયા ખરાખર થાય નહિ, શ્રદ્ધા અને ક્રિયા વચ્ચે જ્ઞાનની ભૂમિકા સ્વીકારવામાં આવી છે, તે . આપણે ભૂલવું ન જોઇ એ. જો માત્ર શ્રદ્ધાથી ક્રિયા ખરાખર થતી હાય તે જ્ઞાની ભગવંતા વચ્ચે જ્ઞાનને લાવત જ નહિ. શ્રદ્ધા એ ક્રિયા માટે એક આવશ્યક પગથિયું છે, પણ ક્રિયાશુદ્ધિ માટે તે જ્ઞાનની જરૂર પડે જ છે. આપણા અંતરમાં શ્રદ્ધા હાય કે હું માટે। સંગીતકાર થઈશ અને તે માટે થોડાં વાજિંત્રો ભેગાં કરી ગમે તેમ વગાડવા માંડીએ તે સંગીતકાર થવાતું નથી. તે માટે સંગીતવિદ્યાનુ ચાગ્ય વ્યક્તિ