________________
[ ૪ ]
સામાયિક–અનેરી યોગસાધના
સામાયિક એ સારભૂત સુંદર ક્રિયા છે તથા સર્વ આધ્યાત્મિક ક્રિયાના સાર છે, એ વસ્તુ ગત પ્રકરણમાં કહેવાઈ ગઈ. હવે સામાયિક એ અનેરી ચેાગસાધના છે, એ હકીકત પુષ્ટ પ્રમાણેા સાથે પ્રસ્તુત પ્રકરણમાં રજૂ કરીશુ.
જૈન ધમ પમ મેક્ષવાદી છે અને ચાગ એ મોક્ષપ્રાપ્તિનું સબલ સાધન છે, તેથી જ જૈનધમે યોગા સ્વીકાર કરેલા છે. પ્રથમ તીથ કર શ્રી ઋષભદેવ ભગવાને ચાગના પ્રકાશ કર્યાં હતા અને સ્વયં મહાયોગી બનીને પેાતાના શિષ્યસમુદાયને તેનું જ્ઞાન આપ્યું હતું, તેથી જ શ્રી માનતુંગસૂરિએ ભક્તામરસ્તેાત્રમાં તેમને । વિતિયેાગ ’ અને ૮ ચેાગીશ્વર ’ તરીકે સ્તવ્યા છે. તેમની પછીના ખાવીશ
,
* त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यं ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं,
ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ ‘વિદિતયેાગ' એટલે યાગને યથાથ પણે જાણનાર.