________________
સામાયિકને અર્થ
૨૯ : (૫) જેનાથી સર્વ જીવે પ્રત્યે મૈત્રી કેળવાય, તે સામાયિક કહેવાય.
(૬) જેનાથી સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન તથા સભ્ય - ચારિત્રની પ્રાપ્તિ થાય, તે સામાયિક કહેવાય.
સામાયિકના આ છ અર્થો ફરી ફરી વિચારવા જેવા છે, ફરી ફરી ચિંતવવા જેવા છે. તેનાથી સામાયિક પ્રત્યે અભિરુચિ કેળવાશે અને આધ્યાત્મિક ઉન્નતિનાં દ્વાર . ખુલી જશે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન–સામાયિકના અર્થો અનેક છે, તેમાંથી કયા અર્થને મુખ્ય માનીને ચાલવું?
ઉત્તર–શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે સામાયિકને જે અર્થ કર્યો છે, તેને મુખ્ય માનીને ચાલવું. શાસ્ત્રીય પરં. પા અને વ્યાકરણ એ બંને દષ્ટિએ એ અર્થ બરાબર છે.
પ્રશ્ન-તે બીજા અર્થો શાસ્ત્રીય પરંપરા અને વ્યાકરણ ની દષ્ટિએ બરાબર નથી શું ?
ઉત્તર-બીજા અર્થો પણ શાસ્ત્રીય પરંપરા અને વ્યાકરણની દૃષ્ટિએ બરાબર છે, પણ તત્ત્વથી એ બધા અર્થે પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામે છે.
પ્રશ્ન–જે બીજા અર્થે પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામી જાય એવા હતા, તે જણાવવાની જરૂર શી હતી ?