________________
સામાયિક–વિજ્ઞાન:
૩૮
પછી,
સમજણ ભૂલભરેલી છે. શ્રાવક-શ્રાવિકા માટે સામાયિકની જે ક્રિયા કરવાનું વિધાન છે, તે સામાયિકની મહાસાધનાના એક પ્રતીક રૂપ છે અને તે આધ્યાત્મિક વિકાસ સાધવા માટે તથા યોગસાધના કરવા માટે એક સુંદર સાધન છે, તેથી નાના—મેટા સહુએ કરવા જેવી છે. જે લોકો એમ કહે છે કે વ્યવહાર અને વ્યાપાર પહેલા, ધાર્મિક ક્રિયા તે ગાડીની આગળ ઘેાડા જોડવાને બદલે પાછળ જોડે છે અને તે ગાડીને હુંકારવાના પ્રયત્ન કરે છે, પછી તેનુ પરિણામ દુ:ખ, શોક કે નિરાશામાં આવે તેમાં નવાઈ શી ? જેમ ગાડીની આગળ ઘેાડો જોડવાથી તે ખરાબર ચાલે છે, તેમ જીવનમાં ધર્માંને પ્રાધાન્ય આપવાથી, ધામ ક ક્રિયાઓને મહત્ત્વ આપવાથી જીવન સ ંવાદી ( Harmonius ) અને સુંદર અને છે. તાય કે વ્યવહાર અને વ્યાપારની ગમે તેવી ધમાલ હાય, તે પણ સામાયિકની ક્રિયા દરરોજ કરવા જેવી છે.
સામાયિક એ સર્વ આધ્યાત્મિક ક્રિયાઓના સાર છે. તેથી પણ તે સારભૂત અને સુંદર છે. આ વસ્તુ અમે પાઠક મિત્રાને સ્પષ્ટતાથી સમજાવવા ઈચ્છીએ છીએ.
6
આધ્યાત્મિક વિકાસ માટે જે ક્રિયાએ અવગ્ય કરવા જેવી છે, તેને જૈન ધર્મીમાં · આવશ્યક’ની સંજ્ઞા અપાચેલી છે. આવાં આવશ્યકો છે છે: (૧) સામાયિક, (૨) ચતુર્વિ શતિસ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણુ, (૫) કાર્યા-ડ્સ અને (૬) પ્રત્યાખ્યાન. તેમાં સામાયિકના મુખ્ય હેતુ